Pre-monsoon Activity: ચોમાસુ કેવું રહે તેનું અનુમાન અલગ અલગ રીતે લગાવવામાં આવતું હોય છે. નક્ષત્રો, પવનની દિશા, વાતાવરણમાં થતા ફેરફાર, પક્ષીઓની ચેષ્ટા પરથી ચોમાસનું અનુમાન લગાવવામાં આવતું હોય છે. ખાસ કરીને સૌથી વધુ જાણીતી લોક વાયકા(Pre-monsoon Activity) એટલે કે, ટીંટોડીના ઈંડા ક્યાં મુક્યાં તેના પરથી ચોમાસું કેવું રહેશે તેનું અનુમાન લગાવવામાં આવતી હોય છે.
ત્યારે લુણાવાડા તાલુકાના દલુખડ્યા ગામમાં ટીટોડીએ 4 ઈંડા મુક્યા છે. ટીંટોડી ગુજરાત અને રાજસ્થાનના જળાશયો પાસે ફરતું પક્ષી છે. પક્ષીઓ સંવેદના અને ઉત્તેજના પરથી વરસાદનું અનુમાન લગાવી શકાય છે. ટીટોડીના ઈંડા મુક્યા બાદ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આવનારા ચોમાસા અંગે ઘણી જ મહત્ત્વની વાત કરી છે.
24 મેથી 4 જૂન વચ્ચે પ્રિ-મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે
અંબાલાલ પટેલ ગુજરાતવાસીઓ માટે સારા સમાચાર આપ્યા છે. આ વર્ષે રાજ્યમાં કેવો વરસાદ પડશે તે અંગે અંબાલાલે મોટી આગાહી કરી છે. હવામાન નિષ્ણાતના મતે 24 મેથી 4 જૂન વચ્ચે પ્રિ-મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે, જ્યારે રાજ્યમાં 8 થી 15 જૂન વચ્ચે ચમાસું વિધિવત રીતે બેસી જવાની વાત કરી છે. જૂનની શરૂઆતમાં અરબ સાગરમાં હલચલ જોવા મળશે. રાજ્યમાં ક્યાં કેટલો અને કેવો વરસાદ પડશે તે અંગે પણ અંબાલાલ પટેલે વાત કરી હતી. આ વર્ષે દક્ષિણ ગુજરાતના ભાગોમાં સારો વરસાદ રહેવાની સંભાવના છે. જૂનાગઢ જિલ્લાના ભાગોમાં સારો વરસાદની શક્યતા છે. અમરેલી જિલ્લાના ભાગોમાં સારો વરસાદની વકી છે. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના ભાગોમાં સારો વરસાદ રહેશે. કચ્છ જિલ્લાના ભાગોમાં સારો વરસાદ પડશે.
આ વખતે ગુજરાતમાં કેવું રહેશે ચોમાસુ
ભારતમાં આ વખતે ચોમાસું સારું રહે તેવી શક્યતા છે. આ વખતનું ચોમાસું લાનિનો તરફ જતું જોવા મળતા વરસાદની સ્થિતિ સારી સર્જાશે. આ વર્ષે રાજ્યમાં 8થી 15 જૂન વચ્ચે ચોમાસુ આવી જશે.મે મહિનાના અંતમાં અને જૂન મહિનાની શરૂઆતમાં અરબ સમુદ્રમાં હલચલ જોવા મળશે. ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં પાછોતરો વરસાદ વરસશે. રાજ્યમાં ઓક્ટોબર મહિના સુધી વરસાદ વરસશે.
આ વર્ષે રાજ્યના દરીયા વિસ્તારમાં સૌરાષ્ટ્રમાં 44-45 ઈંચ વરસાદ થઈ શકે છે. વલસાડ વિસ્તારમાં 80 ઇંચ વરસાદ થઈ શકે છે.કચ્છમાં વધારે વરસાદ થશે. આશરે 12થી 25 ઈંચ અથવા વધારે વરસાદ થઈ શકે છે. ઉત્તર ગુજરાતમાં વરસાદનું પ્રમાણ 25-30 ઈંચ તો કોઈ કોઈ વિસ્તારમાં 35 ઈંચ સુધી વરસાદ થઈ શકે છે. મધ્ય ગુજરાતમાં 35 ઈંચ સુધી વરસાદ થઈ શકે છે. ગુજરાતમાં સરેરાશ વરસાદ 30-35 ઈંચ વચ્ચે વરસાદ થઈ શકે છે.
જુલાઈમાં સારો વરસાદ રહેશે
સારા ચોમાસા અંગે તેમણે કહ્યું કે, 28 જૂનથી રાજ્યના મોટાભાગમાં સારો વરસાદ રહેવાની શક્યતા છે. જુલાઈ માસમાં સારો વરસાદ રહેશે. પાક માટે આ વર્ષે પશ્ચત્તર વરસાદની શક્યતા રહેતા દુધિયા દાણા આવાની અવસ્થામાં પાક ઉપર વિષમ અસર થાય છે. આ વર્ષે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વધુ વરસાદ નોંધાઈ શકે છે. તો વલસાડ અને બનાસકાંઠામાં અત્યંત ભારે વરસાદની સંભાવના છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App