સોશિયલ મીડિયા પર અવારનવાર આપનાં સ્વાસ્થ્યને ઉપયોગી બને એવી કેટલીક જાણકારીઓ સામે આવતી હોય છે. હાલમાં પણ આવી જ એક જાણકારી સામે આવી રહી છે કે, જે આપનાં સ્વાસ્થ્યને ખુબ મદદગા સાબિત થશે. તો આવો જાણીએ એનાં વિશે.
જાસૂદના ફૂલને તમામ લોકોએ એકવાર જોયું જ હશે. આ ફૂલનાં સેવનથી પેટદર્દ, કફ, બ્લડપ્રેશર તથા વાળ સંબંધિત કેટલીક સમસ્યામાંથી પણ રાહત મેળવી શકાય છે. આની સાથે જ યાદશક્તિમાં વધારો કરવાં માટે પણ ખુબ ઉપયોગી એવા જાસૂદના ફૂલનો ઉપયોગની રીત જાણીએ.
કફની સમસ્યા:
જાસૂદના ફૂલના પાનનો કાઢો બનાવીને પીવાથી કફની સમસ્યા દૂર થઈ જાય છે.
વાળનો ગ્રોથ:
જાસૂદના ફૂલના પાનને પીસીને તેને વાળ પર લગાવવું. ખાસ કરીને વાળના મૂળમાં અડધો કલાક સુધી આ રીતે જાસૂદના પાન લગાવી રાખવાથી વાળ ખરતા બંધ થઈ જાય છે. આની સાથે જ વાળનો ગ્રોથ પણ ખુબ વધે છે.
યાદશક્તિમાં વધારો:
જાસૂદના ફૂલનો પાવડર લાવીને તેને દરરોજ 1 ગ્લાસ દૂધમાં ભેળવીને પીવાથી યાદશક્તિમાં ઝડપથી વધારો થાય છે.
પેટદર્દમાંથી રાહત:
જાસૂદના ફૂલના પાનનો રસ કાઢી તેને પીવાથી પેટદર્દમાં ઝડપથી છુટકારો મળે છે.
મોંમાં થતી ચાંદીમાંથી રાહત:
જાસૂદનું ફૂલ ઘણીવાર મોંમાં થતી ચાંદીની સમસ્યામાં લાભદાયક છે. તેના પાન ચાવવાથી ચાંદીમાં ઝડપથી રાહત મળે છે.
હાઈ બ્લડપ્રેશરને કરે છે કંટ્રોલ:
અનેક દવાઓની સાથે જ જો તમે જાસૂદના ફૂલના પાનની ચા પીવાનું શરૂ કરો છો તો તમને હાઈ બીપીની સમસ્યામાં લાભ મળે છે. જેથી તે ઝડપથી કંટ્રોલમાં આવી જાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle