આપણે દરરોજ દાંત સાફ કરીએ છીએ છે. પરંતુ શું તમે ક્યારેય ટૂથપેસ્ટને સરખી રીતે જોઈ છે. ખાસ કરીને તે ભાગ જેના પર એક્સપાયરી ડેટ અને પ્રાઇઝ લખેલી હોય છે. જો તમે ત્યાં ધ્યાનથી જોઇશો તો ત્યાં કોઈક એક રંગની પટ્ટી જોવા મળશે. આ પટ્ટીનો સીધો અસર તમારા સ્વાસ્થ્ય સાથે હોય છે. આવામાં તમારે જાણવું જરૂરી છે કે, આ રંગની પટ્ટીઓ શું દર્શાવે છે.
જોકે અમુક ટૂથપેસ્ટ પર લાલ, લીલો, વાદળી અને કાળા આ ચાર રંગની પટ્ટીઓનો ઉપયોગ વધારે કરવામાં આવે છે. ટૂથપેસ્ટ નેચરલ છે કે કેમિકલયુક્ત તે આ રંગો જણાવે છે.
લાલ રંગની પટ્ટી દર્શાવે છે કે, ટૂથપેસ્ટમાં કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે. આ નેચરલ અને કેમિકલયુક્ત ટૂથપેસ્ટનું પ્રતિક છે. વાદળી રંગની પટ્ટીનો ઉપયોગ મેડિસિનયુક્ત ટૂથપેસ્ટૅ માટે કરવામાં આવે છે. તેમાં નેચરલ પદાર્થનું પણ મિશ્રણ હોય છે. કાળા રંગની ટૂથપેસ્ટમાં ફક્ત કેમિકલનો જ ઉપયોગ કરવામાં આવે છે. લીલા રંગની પટ્ટીવાળી ટૂથપેસ્ટ નેચરલ હોય છે.
ટૂથપેસ્ટમાં જુદા જુદા કેમિકલ્સનો ઉપયોગ કરવામાં આવે છે. જેવા કે, બેકિંગ સોડા, કેલ્શિયમ, ડાઇ કેલ્શિયમ ફોસ્ફેટ, ટ્રાઇક્લોસન, સોર્બિટોલ અને ટેશિયલ નાઇટ્રેટનો ઉપયોગ કરવામાં આવે છે. તેનો ઉપયોગ હાડકાં અને હાર્ડ માટે ખુબ જ મુશ્કેલ સાબિત થાય છે. આ ઉપરાંત અલ્સર, મોંઢામાં સોજો, અપચો અને આંતરડામાં સોજા જેવી સમસ્યા પણ થઇ શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.