થોડા દિવસ અગાઉ જ વરૂણ ધવને પોતાની ગર્લફ્રેન્ડ નતાશા દલાલની સાથે લગ્ન ક્રિયા છે ત્યારે હાલમાં એક એવી જાણકારી સામે આવી છે કે, જેને જાણીને તમે સ્તબ્ધ થઈ જશો. આપને જાણીને આશ્વર્ય થશે કે, વરૂણ ફેશન ડિઝાઈનર નતાશાની પાછળ પડ્યો હતો તથા નતાશાએ 2 વખત તેનું પ્રપોઝલ નકારી કાઢ્યું હતું.
વરૂણની સાથે લગ્ન કરવા ઇચ્છતી હતી આલિયા :
વરૂણ ધવન અંગે એવું કહેવામાં આવે છે કે, તે ખુબ જ સીધું બોલે છે. કરણ જોહરના ‘કોફી વિથ કરણ’ શોના એક એપિસોડમાં વરૂણ ધવનને કરણે ઘેરવાનો પ્રયાસ કર્યો હતો કે, તે એપિસોડમાં વરૂણની આલિયા ભટ્ટ પણ હતી. કરણનું માનવું હતું કે, વરૂણ તથા આલિયા સ્ક્રીન પર જ નહીં પરંતુ રિયલ લાઈફમાં પણ ખુબ સારા પાર્ટનર સાબિત થઈ શકે છે.
આ એપિસોડમાં વરૂણે ઇચ્છા વ્યક્ત કરી હતી કે, તે દીપિકાની સાથે લગ્ન કરવા ઇચ્છે છે. જો કે, હાલમાં દીપિકાનું અફેર ચાલી રહ્યું છે તેથી તે રાહ જોશે. જ્યારે આલિયાને ચોઈસ આપવામાં આવી તો તેણે જણાવ્યું હતું કે, તે વરૂણને પોતાનો જીવન સાથી બનાવવા માંગે છે.
કરણ જોહરે ખોલ્યું રહસ્ય :
ત્યારબાદ કઈક એવું થયું કે, વરૂણનું દિલ આલિયા પર ક્યારેય આવ્યું નહીં? જ્યારે આલિયા તથા વરૂણે પોતાના કરિયરની શરૂઆત ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’માં એક સાથે કરી હતી? વરૂણ ધવને આ વાતનો જવાબ આપતાં કહ્યું હતું કે, આલિયા તેની ખૂબ જ પ્રિય મિત્ર છે કે, જેની છેડતી, તેની સાથે મસ્તી કરવી તેને ગમે છે.
આલિયા એવી છોકરી છે કે, જે તેની છોકરી હોવાનો લાભ ક્યારેય પણ ઉઠાવતી નથી. આવી છોકરીઓ ઇન્ડસ્ટ્રીમાં ખુબ ઓછી જોવા મળતી હોય છે. જ્યારે વરૂણની પ્રામાણિકતા આલિયા ભટ્ટને ખૂબ પસંદ છે. જો કે, હાલમાં વરુણનાં લગ્ન નતાશા સાથે થઈ ચુક્યા છે.
આલિયા- વરૂણ આજે પણ પાક્કા મિત્રો છે :
આલિયા ભટ્ટે આ વાતનો ખુલાસો કર્યો હતો કે, જે વાત તે વરૂણને કોઈને ન કહેવા માટે કહેતી હતી, તે પણ વરૂણ કરણને જણાવી દેતો હતો. જેને લીધે વરૂણ હમેશાં મિત્ર રહ્યો હતો, ક્યારેય પણ બોયફ્રેન્ડ ન બન્યો હતો. હાલમાં પણ વરૂણ તથા આલિયા સારા તેમજ પાક્કા મિત્રો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle