ભારત દેશનાં ખજાનાનો હિસાબ રાખનારા નાણામંત્રી નિર્મલા સીતારમન સાવ ઓછી સંપત્તિ ધરાવતા કેબિનેટ મંત્રીઓમાંથી એક છે. ભાજપનાં પૂર્વ અધ્યક્ષ તેમજ રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીની પાસે કુલ 6 ગાડીઓ છે, તો પીયૂષ ગોયલએ સૌથી ધનિક મંત્રીઓમાંથી એક છે. PM નરેન્દ્ર મોદી સહતિ બધા કેબિનેટ મંત્રીઓ દ્વારા પોતાની સંપત્તિનો ખુલાસો કરવામાં આવ્યો છે.
નાણા મંત્રી પાસે આટલી સંપત્તિ છે…
ભારત દેશનાં ખજાનાનો હિસાબ રાખનારા નાણા મંત્રી નિર્મલા સીતારમનની પાસે બાકી કેબિનેટ મંત્રીઓની સરખામણીમાં બહુ જ ઓછી સંપત્તિ છે. તેમની પાસે લગભગ રૂપિયા 1.34 કરોડની સંપત્તિ છે. તેમની પાસે પોતાનાં પતિની સાથે સંયુક્ત હિસ્સેદારીનાં રૂપમાં કુલ રૂપિયા 99.36 લાખની કિંમતનું એક મકાન છે. આ સિવાય, તેમની પાસે લગભગ રૂપિયા 16.02 લાખનાં ભાવની એક ખેતીલાયક જમીન છે.
આ સિવાય, નાણા મંત્રી નિર્મલા સીતારમનની પાસે તેમનાં પોતાનાં નામે કોઈ પણ કાર નથી. નિર્મલા સીતારમનની પાસે ખાલી એક બજાજનું ચેતક બ્રાન્ડનું જૂનું સ્કૂટર છે, જેની કિંમત લગભગ 28200 રૂપિયા જેટલી છે. તેમની કુલ ચલ સંપત્તિ લગભગ 18.4 લાખ રૂપિયા જેટલી જ છે. દેવાનાં રૂપમાં તેમનાં ઉપર 19 વર્ષ સુધીની એક લોન અને 1 વર્ષનો ઓવરડ્રાફ્ટ તેમજ 10 વર્ષ સુધીની મોર્ગેજ લોન છે.
નિતિન ગડકરીની પાસે કુલ 6 ગાડીઓ છે…
રસ્તા પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરી, તેમની પત્ની તેમજ તેમનાં પરિવારજનોની પાસે કુલ મળીને 2.97 કરોડ રૂપિયા જેટલાની જ ચલ સંપત્તિ છે. આ પરિવારજનોની પાસે કુલ મળીને 15.98 કરોડ રૂપિયા જેટલાની અચલ સંપત્તિ છે. નિતિનની પાસે 6 ગાડીઓ છે.
પિયૂષ ગોયલની પાસે 27 કરોડથી વધારે સંપત્તિ છે…
વાણિજ્ય અને ઉદ્યોગ તેમજ રેલ મંત્રી પિયૂષ ગોયલની પાસે કુલ 27.47 કરોડ રૂપિયા જેટલાની ચલ-અચલ સંપત્તિ છે. જોકે, તેમનાં થી વધારે ધનવાન તેમની પત્ની સીમા ગોયલ છે, તેની પાસે લગભગ 50.34 કરોડ રૂપિયા જેટલાની સંપત્તિ છે. તેમનાં હિંદુ અવિભાજિત પરિવારની પાસે લગભગ 45.65 લાખ રૂપિયાની સંપત્તિ છે. આ અનુસાર તેમનાં તેમજ તેમનાં પરિવારજનોમાં કુલ મળીને લગભગ 78.27 કરોડ રૂપિયા જેટલી સંપત્તિ છે. તેઓ નરેન્દ્ર મોદી કેબિનેટનાં સૌથી ધનિક મંત્રીઓમાંથી એક છે.
રવિશંકર પ્રસાદે 16.5 કરોડનું રોકાણ કર્યું છે…
કાયદા મંત્રી રવિશંકર પ્રસાદની પાસે અચલ સંપત્તિનાં સ્વરૂપે કુલ લગભગ 3.79 કરોડ રૂપિયાની 3 પ્રોપર્ટી છે. જેમાંથી તેમને એક વારસામાં મળી છે, જ્યારે 2 તેમણે ખુદે ખરીદી છે. તેમણે લગભગ 16.5 કરોડ જેટલાં રૂપિયાનું રોકાણ કર્યું છે.
સ્મૃતિ ઈરાનીએ સારું એવુ રોકાણ કર્યું છે…
કપડા, મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની દ્વારા પોતાની કુલ ચલ-અચલ સંપત્તિ 4.64 કરોડ જેટલા રૂપિયાની જાહેર કરવામાં આવી છે. તેમણે લગભગ 1.77 કરોડ જેટલા રૂપિયાનું રોકાણ કર્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle