રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસી ધારાસભ્યોએ રાજીનામું આપીને કોંગ્રેસને રાજ્યસભાની બીજી બેઠક જીતવાથી વંચિત રાખીને ભાજપને આડકતરી રીતે મદદગારી કરી હતી. ત્યારે આ ખાલી પડેલી બેઠકો પર પેટાચૂંટણીઓમાં ભાજપે ટીકીટ ન લેનાર ધારાસભ્યોને ૧૬ કરોડ આપ્યા હોવાનું એક ધારાસભ્યે દાવો કર્યો છે. ધારી વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર જે.વી કાકડીયાએ ધડાકો કર્યો છે. તેઓએ રાજ્યસભા ચુંટણી અગાઉ રાજીનામું આપ્યું હતું.
એક ખાનગી ન્યુઝ ચેનલ સાથેની વાતચિતમાં જે.વી. કાકડીયાએ ભાજપે રાજ્યસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસના જે દારાસભ્યોને રાજીનામાં અપાવ્યાં હતાં તેમને 16 કરોડ રૂપિયાની ઓફર કરાઈ હોવાનું કબૂલ્યું છે અને આ કબુલાત બાદ ગુજરાતની ભોળી જનતા સામે આ નેતાઓનો પૈસા ની ગુલામી કર્યાનો ચહેરો સામે આવી ગયો છે.
આમ કોંગ્રેસની વંડી કુદીને આવેલા જે વી કાકડીયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપનારા જે ધારાસભ્યોને ટિકિટ નથી મળી તેમણે 16-16 કરોડ રૂપિયા લીધા હોવાનો દાવો કરીને ભ્રષ્ટાચાર થયો હોવાનું રટણ કર્યું છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જે વી કાકડીયાએ ધારાસભ્યોના હોર્સ ટ્રેડીંગ વિષે કહ્યું કે, મને પણ 16 કરોડ રૂપિયા ની ઓફર હતી પણ મેં તે છોડીને ટીકીટ લીધી છે અને મેં એક કરોડ રૂપિયા પણ નથી લીધા. તેમણે કહ્યું કે, મેં જો 16 કરોડ રૂપિયા લીધા હોય તો ટીકીટ ન મળે અને બે ઓફરમાંથી એક જ મળે, ટીકીટ મળે અને કે પછી પૈસા મળે.
આમ જે.વી કાકડીયાએ કહ્યું, મેં ટીકીટ લેવાનુ પસંદ કર્યું. આમ કાકડિયાએ કોંગ્રેસ છોડીને રાજીનામું આપનારા ત્રણ ધારાસભ્યો સોમાભાઈ ગાંડાભાઈ પટેલ, મંગળ ગાવિત અને પ્રવિણ મારૂને ટિકિટ નથી મળી તેના બદલામાં તેમણે ભાજપ પાસેથી 16-16 કરોડ રૂપિયા લીધા હોવાનું કહ્યું છે. કાકડિયાએ કરેલી આ કબૂલાત ગંભીર છે અને ગુજરાતમાં કોંગ્રેસના ધારાસભ્યોને તોડવા મોટા પાયે નાણાં વેરવામાં આવ્યા હોવાના આક્ષેપોને સમર્થન આપે છે. હવે જોવાનું રહ્યું કે આવા જનનેતાઓને જનતા પસંદ કરે છે કે પછી ઘરે બેસાડે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle