આસારામના આશ્રમમાં વિધિ કરતા તાંત્રિકની ખુલી પોલ, 20 છોકરીઓ સાથે માણતો હતો શરીરસુખ અને પછી…

હાલનાં સમયમાં ગુજરાત સહિત આખા ભારત દેશમાં મહિલાઓ ઉપર દુષ્કર્મનાં કેસો વધી રહ્યા છે. કાયદાનો તો જાણે કોઈને ડર જ ન હોય તેવી રીતે આરોપીઓ…

હાલનાં સમયમાં ગુજરાત સહિત આખા ભારત દેશમાં મહિલાઓ ઉપર દુષ્કર્મનાં કેસો વધી રહ્યા છે. કાયદાનો તો જાણે કોઈને ડર જ ન હોય તેવી રીતે આરોપીઓ સરેઆમ એક પછી એક બનાવોને અંજામ આપી રહ્યા છે. તે સમયે અત્યારે વડોદરાનાં તાંત્રિક હિરેન પુરોહિતે વિધિનાં બહાને ઘણી યુવતીઓ સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો ખુલાસો થયો છે.

વડોદરા શહેરનાં તરસાલી શરદનગરમાં રહેતાં તાંત્રિકે અલગ અલગ વીધિ કરવાનાં બહાને અમદાવાદ, વડોદરા, સુરત તેમજ ભાવનગર શહેરનાં ઘણા પરિવારોને પોતાની જાળમાં ફસાવીને કરોડો રૂપિયા લુંટી લેવાની સાથે ઘણી યુવતીઓ સાથે દુષ્કર્મ આચર્યું હોવાની વિગતો સામે આવી છે. જેમાં વડોદરા શહેરની એક પરિણીતા પણ તાંત્રિકનાં દુષ્કર્મનો શિકાર બની છે.

આ સિવાય તેમની સાથે રૂ.31 લાખ રૂપિયાની ઠગાઈ કરતાં ભાવનગર શહેર પોલીસે ફરિયાદનાં આધારે તાંત્રિકની ધરપકડ કરી તેને કોર્ટમાંથી 5 દિવસનાં રિમાન્ડ પણ મેળવ્યાં છે. આ તાંત્રિક વડોદરા શહેરનાં બીલ ખાતે આવેલા આસારામનાં આશ્રમમાં પણ વીધિ કરવા માટે જતો હતો.

આ તાંત્રિક હિરેન નરેન્દ્ર પુરોહિતે લગ્ન ન થતાં હોય, ધંધામાં નુકસાન, પરિવારોમાં વિવાદ, પ્રોપર્ટી વિવાદ, પતિ અથવા પત્નીનાં અનૈતિક સબંધો, પુત્રની પ્રાપ્તિ થતી ન હોય તેવા લોકોને વીધિથી કામ કરી આપવાનું કહી તેને પોતાની જાળમાં ફસાવતો હતો. હિરેન આસારામનાં બીલ ખાતેનાં આશ્રમમાં પણ વિધિ કરવા જતો હોવાનાં લીધે તાંત્રિક વીધિનો ભય બતાવી લોકો પાસેથી પૈસા તેમજ સોનું કઈ રીતે પડાવવું તે અંગેની માસ્ટરી આવી ગઈ હતી. આ પાખંડી તેનો સંપર્ક કરનાર પરિવારજનોની સુંદર યુવતીઓને જોઈ તેનાં ઉપર દાનત બગાડતો હતો.

યુવતીઓને પોતાની જાળમાં ફસાવવા માટે તેનાં પરિવારોને માનસિક રીતે તોડી નાંખતો હતો. એ પછી હિરેન પરિવારનાં સભ્યો વચ્ચે જ કોઈને કોઈ બાબતથી ઝઘડા કરાવી તેમના પરિવારને વિખુટા પાડી દેતો હતો. ત્યાર બાદ બ્લેમેઈલ કરીને તેઓ પાસે રૂપિયા અને દાગીનાં પણ પડાવતો હતો.

આ રીતે તેણે સુરત શહેરનાં એક બિલ્ડર પરિવારની પાસેથી લાખો રૂપિયા પડાવી લીધા અને તેમની 18 વર્ષની પુત્રીને તેની જાળમાં ફસાવી તેમજ તેની સાથે લગ્ન પણ કર્યા હતા. પોલીસ અધિકારીનાં કહેવા અનુસાર હિરેને હાલ સુધીમાં અલગ અલગ શહેરની 15 થી 20 જેટલી છોકરીઓને તેનો શિકાર બનાવી છે. તેણે ઘણી છોકરીઓ સાથે ઓરલ અને વિકૃત સેક્સ પણ કર્યુ છે.

તે તેના મોબાઈલ ફોનમાં આનો વીડિયો ઉતારીને યુવતીઓને બ્લેકમેઈલ પણ કરતો હતો. બિલ્ડરનાં પરિવારજનોને હિરેનની હેવાનિયતની જાણ થતાં જ તેમણે અમુક સમય અગાઉ જ પાખંડીની ચુંગલમાંથી તેની પુત્રીને છોડાવી લીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *