જાણો વડીલો કેમ શિયાળામાં બાજરાનો રોટલો ખાવાનું કહે છે, ખાસ છે વૈજ્ઞાનિક કારણ

Millets Health Tips: શિયાળાની ઠંડી ઋતુ શરૂ થતા જ લોકો મકાઈ અને બાજરામાંથી રોટલાઓ બનાવે છે. આપણા ઘરમાં પણ વડીલો શિયાળામાં બાજરી (Millets Health Tips) તેમજ જુવાર માંથી બનેલા રોટલાઓ ખાવાનું કહે છે. આ તેમની સલાહ બિલકુલ ખોટી નથી. કારણકે તેના કેટલાક વૈજ્ઞાનિક ફાયદાઓ પણ છે જે આજે આપણે જાણીશું.

1. ગજબના ચમત્કારિક ફાયદા
જો તમારા દાદીમાં તમને બાજરીમાંથી બનેલા રોટલા ખાવાનું કહે છે તો તેમની સલાહ જરૂરથી માની લેજો. કેમકે બાજરામાંથી આ સાત ગજબ ના ફાયદાઓ થાય છે

2. વિટામીન
બાજરી પોષક તત્વોથી ભરપૂર હોય છે. બાજરીમાં કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, એમિનો એસિડ,આર્યન, જસત, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, બીટા કેરોટીન જેવા અઢળક પોષક તત્વો હાજર રહેલા છે.

3. ઠંડીની સિઝન
શિયાળાની ઋતુમાં બાજરામાંથી બનેલા રોટલા નું આહારમાં સમાવેશ થવો ખૂબ જ જરૂરી છે. તેમાં કોમ્પ્લેક્સ કાર્બોહાઇડ્રેટ હોય છે જે ધીરે ધીરે શરીર દ્વારા સોસાય છે.

4. વજન વધતું નથી
શિયાળાની ઋતુમાં બાજરી આમાંથી બનેલા રોટલા ખાવાથી તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. આ રોટલા ખાવાથી વજન વધવાનું જોખમ ઘટે છે.

5. ગ્લુકોઝના લેવલમાં વધારો
ફાઇબરનું પ્રમાણ વધારે પડતું હોવાથી તેને પચવામાં વાર લાગે છે જેથી સુગરના સ્તરમાં વધારો થતો નથી.

6. બ્લડ સુગર
બાજરી ના રોટલા નું સેવન કરવાથી બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે તેથી જ બાજરીનો રોટલો ડાયાબિટીસના દર્દીઓ માટે વરદાન રૂપ માનવામાં આવે છે.

7. પાચન ક્રિયા
બાજરા ના રોટલા ખાવાથી પાચન ક્રિયા નિયંત્રણમાં રહે છે અને કબજિયાત જેવી સમસ્યાઓમાંથી છુટકારો મેળવી શકાય છે.

8. હાર્ટ એટેક અને સ્ટ્રોક
બાજરાના રોટલામાં ઓમેગા થ્રી ચરબી, મેગ્નેશિયમ, ફાઇબર, ફોટા છે ઉપરાંત અન્ય પોષક તત્વો પણ રહેલા છે. આ પોષક તત્વો એટલા ગુણકારી છે જે કોલેસ્ટ્રોલની કંટ્રોલ રાખવામાં મદદરૂપ થાય છે જેનાથી આપણને હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવી બીમારીઓ સામે રક્ષણ મળે છે.