Govardhan Puja 2024: વૈષ્ણવ સંપ્રદાયમાં અન્નકૂટને ખૂબ જ વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. ભગવાન અને ઠાકોરજીને 56 ભોગનો પ્રસાદ ધરવામાં આવે છે. આ દિવસે ગોવર્ધન પર્વત (Govardhan Puja 2024) ગૌધન એટલે કે ગાય અને ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરવામાં આવે છે.
ગોવર્ધન પૂજાને બીજી રીતે અન્નકૂટ ઉત્સવ કહેવામાં આવે છે. હિન્દુ કેલેન્ડર મુજબ ગોવર્ધન પૂજા કારતક મહિનાની પ્રતિપદા ના દિવસે ઉજવવામાં આવે છે. આ તહેવાર ઉત્તર ભારતમાં ખૂબ જ પ્રચલિત છે અને તેની ધામધૂમથી ઉજવણી થાય છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં આ તહેવાર ઉમંગથી ઉજવાય છે. તેની ઓળખ ખાસ કરીને મથુરા વૃંદાવન નંદગાવ ગોકુળ અને બરસાનામાં વધારે છે. આ વર્ષે દિવાળીના એક દિવસ પછી ખાલી દિવસ છે અને તેના પછીના દિવસે નવું વર્ષ બેસી રહ્યું છે.
બસ આજ દિવસે ગોવર્ધન પર્વત ગૌધન અને ભગવાન શ્રીકૃષ્ણની પૂજા નું અનેરૂ મહત્વ છે. આ સાથે સાથે વરૂણદેવ ઇન્દ્ર દેવ અને અગ્નિદેવ જેવા દેવોની પૂજા પણ થાય છે. ગોવર્ધન પૂજામાં વિવિધ પ્રકારના અન્ન સમર્પિત કરી લોકોમાં વહેંચવામાં આવે છે. એટલા માટે જ આ તહેવારને અન્નકૂટ ઉત્સવ નામ આપવામાં આવ્યું છે. આ દિવસે ભગવાનને વિવિધ પ્રકારની શાકાહારી વાનગીઓ અને મીઠાઈ અર્પણ કરવામાં આવેલ છે. ખાસ ધ્યાન રાખવું કે આ દિવસે ભોજન સામગ્રી બનાવવામાં કાંદા લસણ તેમજ હિંગનો ઉપયોગ ન કરીએ.
ગોવર્ધન પૂજા માટેનો શુભ સમય
ઉદય તિથિ અનુસાર ગોવર્ધન પૂજાનો તહેવાર 2 નવેમ્બર ના રોજ ઉજવવામાં આવશે. પૂજા સાંજે ચાર વાગ્યાથી શરૂ થઈ શકશે.
જાણો ગોવર્ધન પૂજા શા માટે કરવામાં આવે છે?
અન્નકૂટ અથવા ગોવર્ધન પૂજા ભગવાન કૃષ્ણ અવતાર પછી વાપર યુગથી શરૂ થઈ છે. આ તહેવારમાં હિન્દુઓના ઘરના આંગણામાં ગાયના છાણમાંથી ઉપલા બનાવીને ગોવર્ધનનાથજીની પૂજા થાય છે. કે પછી ગીરીરાજ ભગવાનને પ્રસન્ન કરવા એટલે કે પર્વતને પ્રસન્ન કરવા તેમને અન્નગુપ્ત અર્પણ કરવામાં આવે છે. આ દિવસે દેશભરના મંદિરોમાં અન્નકૂટ ઠાકોરજી આગળ ધરવામાં આવે છે.
ગોવર્ધન પૂજા પર અન્નકૂટ ઉત્સવ
ગોવર્ધન પૂજા નિમિત્તે મંદિરોમાં અન્નકૂટનું આયોજન કરવામાં આવે છે. અન્નકૂટનો સરળ અર્થ જોઈએ તો અનેક પ્રકારના અન્યનું મિશ્રણ જે ભગવાન કૃષ્ણને ભોગ તરીકે અર્પણ કરવામાં આવે છે. કેટલીક જગ્યાએ ખાસ પ્રકારની બાજરીની ખીચડી પણ બનાવવામાં આવે છે. આ ઉપરાંત તેલ પુરી વગેરે બનાવવાની પરંપરા પણ છે. અન્નકૂટમાં દૂધમાંથી બનેલી મીઠાઈ ઉપરાંત અનાજ પણ ચડાવવામાં આવે છે. પૂજા પૂર્ણ થયા બાદ આ વાનગીઓને ભક્તોમાં પ્રસાદ તરીકે વહેંચવામાં આવે છે. ઘણા મંદિરોમાં અન્નકૂટ ઉત્સવ દરમિયાન ભજન કીર્તન નો આયોજન થાય છે સાથે સાથે ભગવાન કૃષ્ણની પૂજા કરવામાં આવે છે અને સૌના સુખી જીવન માટે ભગવાનને પ્રાર્થના કરવામાં આવે છે.
ગોવર્ધન પૂજા માટે ની જરૂરી સામગ્રી
દેવતાઓને અર્પણ કરવામાં આવતી મીઠાઈ અગરબત્તી ફુલ ફૂલ થી બનેલી માળા ચોખા તેમજ ગાયનું છાણ આ બધું ગોવર્ધન પૂજા ના ઉપયોગી થાય છે. 56 ઓકે જેમાં 56 પ્રકારની અલગ અલગ વિશિષ્ટ વાનગીઓનો સમાવેશ થાય છે. તેમજ પંચામૃત મધ દહીં અને ખાંડનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App