દુનિયાના સૌથી મોટા મુસ્લિમ દેશની કરન્સીમાં છપાયેલી છે ગણેશજીની તસ્વીર- જાણો રહસ્યમય કારણ

હાલમાં કોરોનાની મહામારી સમગ્ર વિશ્વમાં ચાલી રહી છે. આ મહામારીમાં રક્ષાબંધનનાં પર્વ બાદ હવે આજનાં દિવસે ગણપતિ બાપાનાં પર્વની શરૂઆત થઈ રહી છે. ત્યારે અમે આપની માટે એક મહત્વની જાણકારી લઈને આવ્યાં છીએ.

સમગ્ર દેશમાં સાદગીની સાથે ગણેશ ચતુર્થી પર ભગવાન ગણેશની જન્મોત્સવની ઉજવણીની તૈયારીઓ કરવામાં આવી રહી છે. ગણેશજીની મૂર્તિનું સ્થાપન કરીને ઉત્સવની કુલ 10 દિવસ સુધી ઉજવણી કરવામાં આવે છે.

ફક્ત ભારતમાં જ નહીં પણ કેટલાંય દેશોમાં ગણેશજીની મૂર્તિની પૂજા કરવામાં આવે છે. આવી સ્થિતિમાં, આજે અમે આપને એક એવી વાત કહેવાં જઈ રહ્યા છીએ કે જેને ખુબ ઓછા લોકો જ જાણે છે. દુનોયાનો એક મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ છે, કે જ્યાં ગણેશજીની મૂર્તિ નોટપર છપાયેલી જોવાં મળે છે. ચાલો એના વિશે વધુ માહિતગાર થઈએ.

ઇન્ડોનશિયાની કરન્સીને રૂપિયાહ કહેવામાં આવતી હોય છે. અહીંની કુલ 20,000 ની નોટ પર ભગવાન શ્રીગણેશજીની મૂર્તિ જોવાં મળે છે. હા, આ મુસ્લિમ દેશમાં ભગવાન શ્રીગણેશજીને શિક્ષણ, કળા તેમજ વિજ્ઞાનનાં દેવતા તરીકે માનવામાં આવે છે.

મહત્વની વાત તો એ છે, ઇન્ડોનેશિયામાં અંદાજે કુલ 87.5% વસ્તી તો માત્ર ઇસ્લામ ધર્મમાં જ માને છે તેમજ ફક્ત 3% જ હિંદુની વસ્તી રહેલી છે.ઇન્ડોનેશિયાની આ કુલ 20,000 રૂપિયાની નોટની પર આગળનાં ભાગમાં ભગવાન શ્રીગણેશની મૂર્તિ છે, જ્યારે પાછળનાં ભાગમાં વર્ગખંડનો ફોટો પણ છપાયેલો જોવાં મળે છે.

જેમાં વિદ્યાર્થી તેમજ શિક્ષકની તસવીર પણ રહેલી છે.ખરેખર, થોડા વર્ષો અગાઉ જ ઇન્ડોનેશિયાની અર્થવ્યવસ્થા પાટા પરથી ઉતરી ગઈ હતી. ત્યારબાદ કુલ 20,000 રૂપિયાની નવી નોટ પણ બહાર પાડવામાં આવી હતી. જેની ઉપર ભગવાન શ્રીગણેશજીની તસવીર છપાયેલી જોવાં મળી હતી. એને છાપવાં પાછળ આર્થિક ચિંતકોનું માનવું હતું, કે તેનાંથી અર્થવ્યવસ્થા ફરીથી ઘણી મજબૂત બનશે તથા આવું જ કંઈક પછીથી જોવા મળ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *