કોળી સમાજના દિગ્ગજ આગેવાન અને કેબીનેટ મંત્રી રહેલા આ નેતાને થયો કોરોના, જાણો વિગતવાર

ગુજરાતમાં હાલમાં કોરોના (Corona cases in Gujarat) પીક પર ચાલી રહ્યો છે, ગુજરાતમાં દિન પ્રતિદિન કોરોના ના કેસ વધી રહ્યા છે, ત્યારે નેતાઓને પણ કોરોના…

ગુજરાતમાં હાલમાં કોરોના (Corona cases in Gujarat) પીક પર ચાલી રહ્યો છે, ગુજરાતમાં દિન પ્રતિદિન કોરોના ના કેસ વધી રહ્યા છે, ત્યારે નેતાઓને પણ કોરોના પોતાના સકંજામાં લઇ રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસથી ભાજપ કોંગ્રેસના (BJP and Congress Leaders) નેતાઓ કોરોના સંક્રમિત થયા છે. ત્યારે વધુ એક નેતાને કોરોના થતા ગુજરાત ભાજપના મોવડી મંડળની ચિંતા વધી છે.

પૂર્વ કોંગ્રેસી નેતા અને ભાજપ સરકારના પૂર્વ કેબીનેટ મંત્રી કુંવરજી બાવળિયા(Kunvarji Bavaliya)ને કોરોના થયો હોવાની જાણકારી તેઓએ પોતે ટ્વીટર ના માધ્યમથી આપી છે. તેઓએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે, “કોવિડના લક્ષણો જણાતા ડોકટરની સૂચના મુજબ ટેસ્ટ કરાવેલ જે પોઝિટિવ આવેલ છે.હાલમાં તબિયત સ્થિર છે અને પોતાના નિવાસસ્થાને સેલ્ફ આઇસોલેટ થઈને સારવાર લઈ રહ્યો છું. છેલ્લા થોડા દિવસમાં મારા સંપર્કમાં આવેલ તમામ લોકોએ પોતાના સ્વાસ્થ્ય સાચવવું, જરૂર પડ્યે ડોક્ટરના માર્ગદર્શન મુજબ તપાસ કરાવવી.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *