કોલકાતા પોલીસે હેલમેટ નહીં તો પેટ્રોલ નહીં નિયમ પાછો એક વખત લાગુ કરવાની યોજના બનાવી છે. આ નિયમ આઠ ડિસેમ્બરનાં રોજથી લાગૂ થશે. કોલકાતા પોલીસનાં એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે, આ નિયમ મુજબ હેલમેટ ન પહેરનારા બાઈક સવારોને પેટ્રોલ આપતા પેટ્રોલ પંપ સંચાલકોને રોકવામાં આવશે.
તેમણે કહ્યું કે, આ નિયમ આઠ ડિસેમ્બરનાં રોજ લાગૂ થશે તેમજ 60 દિવસ સુધી ચાલુ રહેશે. કોલકાતા પોલીસ કમિશનર અનુજ શર્માએ આ આદેશ જાહેર કરતાં કહ્યું હતું કે, ‘અનેક વખત જોવા મળ્યું છે કે, બાઈક સવાર હેલમેટ વગર મુસાફરી કરે છે તેમજ તેની સાથે સફર કરી રહેલો સાથી પણ હેલમેટ પહેરતો નથી. આ નિયમોનું ઉલ્લંઘન છે તેમજ તેનાંથી અકસ્માતની શંકા દેખાય છે.
કોલકાતા પોલીસ બાજુથી જાહેર કરવામાં આવેલા આદેશમાં જણાવવામાં આવ્યું છે કે, હેલમેટ વગર ટૂ-વ્હીલર વાહન ચલાવવાથી અકસ્માતની શંકા દેખાય રહી છે. તેવામાં આ આદેશ જાહેર કરવામાં આવ્યો છે, તેથી વાહન વ્યવહારને સારો કરી શકાય.
પોલીસ કમિશનર જણાવે છે કે, વાહન વ્યવહાર કાયદાનું પાલન કરાવવા માટે એવાં સખત પગલાં ઉઠાવવા જરૂરી છે. જાણકારી અનુસાર, હેલમેટ નહીં તો પેટ્રોલ નહીં તેવા નિયમ કોલકાતા પોલીસનાં ક્ષેત્રાધિકારમાં આવનારા તમામ પેટ્રોલપંપ પર લાગુ થશે. આ નિયમ મુજબ પેટ્રોલ પંપ સંચાલક કોઈ પણ એવાં ટૂ-વ્હીલર વાહન ચાલકને પેટ્રોલ નહીં આપે તેણે હેલમેટ પહેર્યું નહિ હોય.
પાછળ બેઠેલ વ્યક્તિએ પણ હેલમેટ પહેર્યું નહિ હોય, તો પણ પેટ્રોલ આપવામાં આવશે નહિ. આ આદેશનું ઉલ્લંઘન કરવા પર વાહન અધિનિયમ કાયદા મુજબ કાર્યવાહી થશે. ઉલ્લેખનીય છે કે, જુલાઇ 2016માં મુખ્યમંત્રી મમતા બેનર્જીની નારાજગી પછી કોલકાતા પોલીસે હેલમેટ નહીં તો પેટ્રોલ નહીં’ એવો નિયમ લાગુ પાડ્યો હતો. આમાં પણ હેલમેટ પહેર્યા વગર પેટ્રોલપંપ પર જનારા બાઈક ચાલકોને પેટ્રોલ આપવા પર રોક લગાવવામાં આવ્યો હતો. કોલકાતા પેટ્રોલ પંપ માલિકો દ્વારા પણ આ નિર્ણયનું સ્વાગત કરવામાં આવ્યું છે. ખરેખર આ નિર્ણયનું પાલન દરેક લોકોએ કરવું જ પડશે, જો પાલન નહિ કરે તો તેઓની ગાડી જ નહિ ચાલી શકે… આ નિર્ણય દ્વારા લોકોમાં હેલ્મેટ પહેરવાની જાગૃતિ પણ આવશે…
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle