શું તમે પણ ઈચ્છો છો કે, તમારું વજન પણ રાતોરાત ઓછું થાય? તો આજે જ અપનાવો કોરિયન ડાયટ

આજના સમયમાં દરેક વ્યક્તિ ફિટ અને સ્લિમ ફિગર મેળવવા ઈચ્છતા હોય છે. આવી પરીસ્થિતિમાં, ઘણા લોકો તેમના વજનને નિયંત્રિત કરવા માટે ખાવા પીવાનું બંધ કરી દે છે અને યોગ્ય રીતે ન ખાવા અને પીવાથી શરીર નબળું પડી જાય છે અને તે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક સાબિત થાય છે. જો તમે પણ ખોરાક છોડ્યા વગર વજન ઘટાડવા માંગો છો, તો અમે તમને વજન ઘટાડવાનો ખૂબ જ સરળ આહાર જણાવવા જઈ રહ્યા છીએ. આ કોરિયન ડાઈટ દ્વારા તમારો વજન ઘટાડી શકો છો. તેને સામાન્ય લોકોમાં ‘પોપ ડાયટ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. વિશ્વભરના લોકો કોરિયન બ્યુટી ટિપ્સ અને તેમના ડાયટ પ્લાન માટે પાગલ હોય છે. તો ચાલો આજે આપણે જાણીએ કોરિયન વજન ઘટાડવાના આહાર સાથે જોડાયેલી કેટલીક મહત્વની બાબતો.

કોરિયન વજન ઘટાડવાની આહાર પદ્દતિ શું છે?
કોરિયન ડાયટ પ્લાનનું નામ સાંભળીને તમારા મનમાં પહેલો પ્રશ્ન એ આવે છે કે આ ડાયટ પ્લાન શું હશે. આ આહાર યોજનામાં, પરંપરાગત કોરિયન વાનગીઓનો ઉપયોગ કરીને વજન ઘટાડવાનું સરળ બને છે. આ આહારમાં, ચરબી અને સુગરની માત્રા ઘટાડીને તંદુરસ્ત આહારનું વધારેમાં વધારે વપરાશ કરવામાં આવે છે. આ સાથે એક્સાઇઝ પર પણ ખાસ ધ્યાન આપવાની જરૂર પડે છે. આ ડાયટ પ્લાનમાં ફાઇબરનો વિશાળ જથ્થો જોવા મળે છે, જે લાંબા સમય સુધી ભૂખ લાગવા દેતો નથી અને તે કરવાથી વજન ઘટાડવામાં ખુબ જ મદદ મળી શકે છે. તમને જણાવી દઈએ કે આ ડાયેટ પ્લાન કોરિયન સ્ટાર્સમાં ખૂબ જ લોકપ્રિય માનવામાં આવે છે.

કોરિયન વજન ઘટાડવાની આહાર યોજનાને કેવી રીતે અનુસરવી જોઈએ.
આ આહાર યોજનામાં, તમને ઘઉં, ડેરી ઉત્પાદનો, રિફાઈન્ડ ખાંડ અને વધારાની ચરબીયુક્ત ખાદ્ય પદાર્થોના વપરાશથી દુર રહેવાનું સલાહ આપવામાં આવે છે. આ સાથે, માછલી, માંસ જેવા ડાય પ્રોટીન આહારનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે અને ચોખાના વપરાશને પણ પ્રોત્સાહિત કરવામાં આવે છે.

આ કોરિયન વજન ઘટાડવાની આહાર યોજનાના નિયમો છે.
અમે તમને જણાવી દઈએ કે, કોરિયન વજન ઘટાડવાની આહાર યોજનામાં, કોઈ પણ નિયત મર્યાદાની કેલરી લેવાની સલાહ આપવામાં આવતી નથી. આમાં, તમે તમારી સુવિધા અનુસાર કેલરી લઈ શકો છો. પરંતુ, આ આહાર યોજનામાં, વાનગીઓ, સૂપ અને શાકભાજીના મહત્તમ વપરાશની સલાહ આપવામાં આવે છે.

કોરિયન વજન ઘટાડવાની આહાર યોજનામાં આ વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ.
આ વજન ઘટાડવાની યોજના અનુસાર, પેકેજ્ડ ફૂડ, હાઈ ફેટ ફૂડ, ડેરીથી ભરપૂર ખોરાક વગેરેનો વપરાશ ઓછો કરવાની સલાહ આપવામાં આવે છે. આ ડાયટ પ્લાનની સાથે સાથે કસરત પર વિશેષ ધ્યાન આપવાની પણ સલાહ આપવામાં આવે છે. જો તમે કોરિયન આહાર યોજના સાથે વધુમાં વધુ યોગ અને કસરતનો આશરો લો છો તો આ તમને શક્ય હોય તેટલી વહેલી તકે વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. આ સાથે, દિવસમાં 7 થી 8 કલાકની પૂરતી ઊંઘ લેવી પણ ખુબ જ ફાયદાકારક છે. તેથી પુરતી ઊંઘ લેવી જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *