અહિયાં છેલ્લા 8 કલાકમાં થયા 9 નવજાત શિશુઓના મોત, પરિવારે કહ્યું: જયારે મદદ માંગી ત્યારે સુતા રહ્યા હતા ડોક્ટર

આ તમામ નવજાત ચાર થી પાંચ દિવસનાં હતાં. પરિવારનાં સભ્યોએ આક્ષેપ લગાવ્યો છે કે, બાળકોની હાલત વધારે ખરાબ થતાં અમે મદદ માંગી, પણ નાઇટ ડ્યુટીનો સ્ટાફ સૂઈ ગયો હતો. અવાર નવાર કોલ કર્યા બાદ પણ, ડોકટરો ન આવ્યા તેમજ ઉલટું અમને ઠપકો આપ્યો હતો તેમજ ઠપકો આપીને અમને ભગાડી દીધા.

ત્યારે જ આરોગ્યમંત્રી રઘુ શર્મા જણાવે છે કે, 3 બાળકોને મૃત જ લાવ્યા હતાં, 3 બાળકોને જન્મજાત બીમારી હતી તેમજ 3 બાળકો ફેફસામાં દૂધ જવાને લીધે મૃત્યુ પામ્યા હતાં. CMO તેમજ આરોગ્યમંત્રીએ આખા મામલે રિપોર્ટ માંગ્યો હતો. ત્યારે, સાંજનાં સમયે ડિવિઝનલ કમિશનર કેસી મીના તેમજ કલેક્ટર ઉજ્જવલ રાઠોડ હોસ્પિટલમાં પહોંચ્યા હતા તેમજ વોર્ડ્સનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

ગત વર્ષે ડિસેમ્બર માસમાં આ હોસ્પિટલમાં 10 નવજાત શિશુઓ 48 કલાકની અંદર મોત થયું હતું…
બન્ને અધિકારીઓએ પ્રિન્સિપલ ડો.વિજય સરદાણા, એડિશનલ પ્રિન્સિપલ ડો.રાકેશ શર્મા, અધિક્ષક ડો.એસ.સી. દુલારા, HOD ડો.એ.એલ.બૈરવાની સાથે બેઠક યોજી હતી તેમજ બધા પાસાઓની ચર્ચા કરી જરૂરી સુચના આપવામાં આવી હતી. આશ્ચર્યજનક વાત તો એ છે કે, ગત વર્ષે ડિસેમ્બર માસમાં આ હોસ્પિટલમાં 10 નવજાત શિશુઓ 48 કલાકમાં મૃત્યુ પામ્યા હતા તેમજ તે સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

મંત્રીઓ, અધિકારીઓ તેમજ કેન્દ્રથી લઈને રાજ્ય સરકારનાં નિષ્ણાતોની ટીમોએ તપાસમાં ભાગ લીધો હતો. હોસ્પિટલ મેનેજમેન્ટે બાળ મૃત્યુ વિષયક ખાતાનાં HODને બધા મૃત્યુ વિશે વિસ્તૃત તપાસનાં આદેશ આપવામાં આવ્યા છે.

કડકડતી ઠંડીમાં નવજાત શિશુઓ મૃત્યુ પામ્યા
હોસ્પિટલનાં સૂત્રોએ કહ્યું હતું કે, રાતનું તાપમાન 12 ડિગ્રીની આજુબાજુ પહોંચી ગયું હતું. અહીંયા 98 નવજાત શિશુઓમાં 71 વોર્મર્સ છે. આવી પરીસ્થિતિમાં, આશરે બધા બાળકને વોર્મરની જરૂર હોય છે, પણ ઉપલબ્ધતા હોવા છતાં પણ 11 વોર્મર ખરાબ પડ્યા છે. ગત વર્ષે પણ વોર્મર્સની અછત સામે આવી હતી. 10 ડિસેમ્બરનાં રોજ થયેલી બધા મોત શિયાળાનાં પ્રારંભમાં થયા છે. ત્યારે 24 કલાકનું સૌથી ઓછું તાપમાન હતું.

ઠંડીનો પ્રારંભ થાય તે અગાઉ કેમ વ્યવસ્થા કરવામાં આવી નથી?
નેબ્યુલાઇઝર્સ પણ 56 સંખ્યામાં આવ્યા, પણ 20 જેટલા ખરાબ છે. ઇન્ફ્યૂઝન પંપની પરિસ્થિતિ પણ જુદી નથી. 89 માંથી 25 બિનઉપયોગી છે.

કડકડતી ઠંડી આવે તે અગાઉ જ કોટાનાં પરિવારોની ખુશીઓ ઉપર આભ તૂટ્યું હતું. હાલ આટલા બધા મૃત્યુ નીપજ્યા છે જેથી કલેક્ટરથી લઈને આરોગ્ય મંત્રી સુધી બધા રિપોર્ટ માંગે છે. આવી પરિસ્થિતિમાં સવાલ ઉભો થાય છે કે, ઠંડી અગાઉ જ જરૂરી વ્યવસ્થા કેમ કરવામાં આવી નથી?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *