PM મોદી પર સવાલ કર્યા તો પોલીસે નવ લોકોની ધરપકડ કરી એવા હાલ કર્યા કે… -જાણો સમગ્ર મામલો

સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેરે આંતક મચાવ્યો છે. બીજી લહેર ખુબ ઘાતક હોવાથી હોસ્પીટલમાં લોકોને બેડ મેળવવામાં ખુબ જ મુશ્કેલી પડતી હતી અને ઓક્સિજનની પણ…

સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેરે આંતક મચાવ્યો છે. બીજી લહેર ખુબ ઘાતક હોવાથી હોસ્પીટલમાં લોકોને બેડ મેળવવામાં ખુબ જ મુશ્કેલી પડતી હતી અને ઓક્સિજનની પણ ભારે અછત સર્જાણી હતી. જેથી સરકાર દ્વારા લોકોને રસી આપવાનું અભિયાન શરુ કરવામાં આવ્યું હતું. કારણ કે રસી કોરોના સામે લડવા માટે એક હથિયાર ગણી શકાય. જેથી ઠેર ઠેર લોકોમાં રસી લેવા માટેની જાગૃતતા આવી છે. જેને લીધે ઘણા શહેરોમાં રસી લેવા માટે લાંબી કતારો જોવા મળી રહી છે. ત્યારે અમુક શહેરોમાં રસી ન મળવાને કારણે સરકારની ઝાટકણી કાઢવામાં આવી રહી છે.

સમગ્ર દેશમા કોરોના કોરોના સામે લડવા માટે ચાલુ રસીકરણ અભિયાનની ટીકા કરવા બદલ દિલ્હી પોલીસ દ્વારા 9 લોકોની ધરપકડ કરવામાં આવી છે. અમુક લોકોએ રસીકરણ અભિયાન માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરતા પોસ્ટર ચોંટાડવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટના દરમિયાન દિલ્લી પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ FIR પણ નોંધવામાં આવી છે.

પૂર્વ દિલ્હીના કલ્યાણપુરી વિસ્તારમાંથી ચાર લોકોની દિલ્લી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. દિલ્લી પોલીસના જણાવ્યા અનુસાર, જે ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે તે ચારેય લોકો આમ આદમી પાર્ટીના કોર્પોરેટર ધીરેન્દ્ર કુમારના કહેવા પર કલ્યાણપુરી વિસ્તારમાં પોસ્ટરો ચોંટાડતા હતા. પૂર્વ દિલ્હીના કલ્યાણપુરી વિસ્તારમાંથી ધરપકડ કરાયેલા ચાર લોકોમાં દલીપ લાલ (ઉ.વ.35), શિવમ દુબે (ઉ.વ.27), રાહુલ ત્યાગી (ઉ.વ.24) અને રાજીવ કુમાર (ઉ.વ.19) શામેલ છે. આ ઉપરાંત ઉત્તર-પૂર્વ જિલ્લામાં બે આરોપી અને દ્વારકાથી બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જયારે એક આરોપીને ઉત્તર દિલ્હીથી ધરપકડ કરવામાં આવી છે.

પોસ્ટરમાં શું લખાણ લખવામાં આવ્યું છે?
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓએ વિસ્તારોમાં લગાવેલા પોસ્ટરોમાં લખ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપણા બાળકોની રસી વિદેશમાં કેમ મોકલી દીધી ? ત્યારે દિલ્લી પોલીસ દ્વારા આ પોસ્ટર લગાડવાની વિરુધમાં ૧૦ લોકો પર FIR દાખલ કરવામાં આવી છે.

વેકસીનની અછતને કારણે સરકાર પર આરોપ:
તમને જણાવી દઈએ કે દિલ્લીના આમ આદમી પાર્ટી દ્વારા કેન્દ્ર સરકાર પર સતત આરોપ લગાવવામાં રહ્યા છે કે દેશમાં વેકસીનની ખુબ અછત છે અને તમે વેક્સીન વિદેશ મોકલીને મોટી ભૂલ કરી રહ્યા છો. જો સરકાર દ્વારા આ વેક્સીન વિદેશમાં મોકલવામાં ન આવી હોત તો અત્યારે ભારત દેશમાં વેકસીનની અછત સર્જાત નહી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *