હાલમાં શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. શ્રાવણ મહિનો એટલે ભગવાન શિવનો મહિનો. આજે અમે આપને એક એવાં મંદિર વિશે જણાવવા જે રહ્યાં છીએ કે જે શિવનું આ મંદિર પ્રખ્યાત મંદિરોમાંનું એક રહેલું છે. કર્ણાટકમાં આવેલ કોલ્લાર જિલ્લાનાં કામ્માસાંદરા નામનાં નાનાં એવાં ગામમાં ભગવાન શિવનું ખૂબ જ વિશાળ શિવલિંગ સ્થાપિત કરેલ છે.
આ વિશાળ મંદિરને વિશ્વભરમાં ‘કોટિલિંગેશ્વર’ મહાદેવ મંદિરનાં નામે ઓળખવામાં આવી રહ્યું છે. આ મંદિરનો આકાર જ શિવલિંગ સ્વરૂપનો રહેલો છે. શિવલિંગનાં રૂપમાં આ મંદિરની ઊંચાઈ કુલ 108 ફૂટ રહેલી છે. ભારત સરકાર દ્વારા આ મંદિરને એશિયાનું સૌથી ઊંચું શિવલિંગ પણ ઘોષિત કરવામાં આવ્યું છે.
આ મુખ્ય શિવલિંગની ચારેય બાજુ પણ ઘણી શિવલિંગ સ્થાપિત કરેલ છે. આ મંદિરમાં ભક્ત શ્રદ્ધા તેમજ પોતાનાં સામર્થ્ય અનુસાર કુલ 1-3 ફૂટનાં શિવલિંગ પોતાનાં નામથી જ અહીં સ્થાપિત કરાવે છે. આ મંદિરનું નિર્માણ કાર્ય સ્વામી સાંભ શિવમૂર્તિ તથા એમની પત્ની રૂક્મિણીએ વર્ષ 1980 માં જ કરાવ્યું હતું.
આ જ વર્ષે અહીં પ્રથમ શિવલિંગ પણ સ્થાપિત કરવામાં આવ્યું હતું. શરૂઆતનાં દિવસોમાં તો પંચલિંગ સ્થાપિત કરવામાં આવ્યાં હતાં. ત્યારપછી કુલ 101 શિવલિંગ તથા ત્યારબાદ કુલ 1,001 શિવલિંગ પણ સ્થાપિત કરવામાં આવ્યાં હતાં.
વર્ષ 1994માં રેકોર્ડ કુલ 108 ફૂટનું શિવલિંગ પણ આ પરિસરમાં જ સ્થાપિત કરવામાં આવ્યું હતું. આની સાથે જ એક વિશાળ તેમજ લાંબી નંદીની મૂર્તિની પણ સ્થાપના કરવામાં આવી છે. સ્વામીજીનું સ્વપ્ન મંદિરમાં કુલ કોટિ એટલે કે કરોડ શિવલિંગ સ્થાપિત કરવાનું હતું તથા તેઓ તેની ઉપર કામ પણ કરી રહ્યા હતાં.
14 ડિસેમ્બર, 2018 નાં રોજ સ્વામીજીનાં નિધન બાદ એમની દીકરી તેમજ દીકરાએ એમની આ જવાબદારી સંભાળી હતી અને પોતાનાં પિતાનાં સ્વપ્નને પૂર્ણ કરવામાં પણ તેઓ જોડાઇ ગયાં હતાં. ત્યારપછી મંદિરમાં ઘણાં શિવલિંગ અહીં છે. એવું માનવામાં આવી રહ્યું છે, કે આ મંદિરમાં પૂજા કરવાથી મનુષ્યનાં તમામ પાપ પણ ધોવાઇ જાય છે.
એક માન્યતા એવી પણ રહેલી છે, કે જ્યારે ભગવાન ઇન્દ્રને ગૌતમ નામનાં એક ઋષિએ શ્રાપ આપ્યો હતો. ત્યારે એમણે આ શ્રાપમાંથી મુક્તિ મેળવવાં માટે જ કોટિલિંગેશ્વર મંદિરમાં આ શિવલિંગ પણ સ્થાપિત કર્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે, શ્રાપમાંથી મુક્તિ મેળવવા માટે જ દેવરાજ ઇન્દ્રએ શિવલિંગનો અભિષેક પણ કર્યો હતો.
આ મંદિરનાં પરિસરમાં કોટિલિંગેશ્વરનાં મુખ્ય મંદિરની સિવાય અન્ય કુલ 11 મંદિર પણ આવેલાં છે. જેમાં બ્રહ્માજી, વિષ્ણુજી, અન્નપૂર્ણેશ્વરી દેવી, વેંકટરમાની સ્વામી, પાંડુરંગા સ્વામી, પંચમુખ ગણપતિ, રામ-લક્ષ્મણ-સીતા સહિતનાં મંદિર પણ મુખ્ય રૂપથી જ વિરાજમાન છે.
આ વિશાળ શિવલિંગની સામે નંદી પણ ભવ્ય તેમજ વિરાટ રૂપમાં દર્શન આપે છે. નંદીની આ મૂર્તિ કુલ 35 ફૂટ ઊંચી, 60 ફૂટ લાંબી તથા કુલ 40 ફૂટ પહોળી પણ છે, જે કુલ 4 ફૂટ ઊંચા તથા કુલ 40 ફૂટ પહોળા ચબૂતરા ઉપર સ્થાપિત કરેલ છે. આ વિરાટ શિવલિંગની ચારબાજુ દેવી માતા, શ્રી ગણેશ, શ્રી કુમારસ્વામી તથા નંદી મહારાજની પણ મૂર્તિઓ સ્થાપિત કરેલ છે. જેમ કે, તેઓ પોતાનાં આરાધ્યને પણ પોતાની જ પૂજા અર્પણ કરી રહ્યા હોય.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP