કોરોનાને કારણે ભારતના કરોડપતિ ભગવાન પણ થયા પાયમાલ! વાંચો ખાસ રીપોર્ટ

ભારતમાં કોરોના વાયરસથી બચવા માટે લોકડાઉન કરાવામાં આવ્યું છે. લોકો તેમના ઘરોમાં છે અને દેશમાં તમામ પ્રકારની પ્રવૃત્તિઓ બંધ છે. તેની અસર લોકોની ધાર્મિક પ્રવૃત્તિઓને…

ભારતમાં કોરોના વાયરસથી બચવા માટે લોકડાઉન કરાવામાં આવ્યું છે. લોકો તેમના ઘરોમાં છે અને દેશમાં તમામ પ્રકારની પ્રવૃત્તિઓ બંધ છે. તેની અસર લોકોની ધાર્મિક પ્રવૃત્તિઓને પણ થઈ છે. લોકડાઉન દરમ્યાન ન તો કોઈને ઘરની બહાર જવાની મંજૂરી છે. ન તો ધાર્મિક સ્થળો અને શાળા કોલેજો ખોલવાની. લોકડાઉનની અસર હવે મંદિરો પર પણ જોવા મળી રહી છે.

શ્રી પદ્મનાભસ્વામી મંદિર

દેશના સૌથી શ્રીમંત શ્રી પદ્મનાભસ્વામી મંદિરમાં(Sree Padmanabhaswamy Temple) કોરોનાની અસર જોવા મળી રહી છે. દર મહિને 3 કરોડ રૂપિયા દાનમાં આવે છે. જયારે લોકડાઉનને કારણે પદ્મનાભસ્વામી મંદિરને ફક્ત 25,000 રૂપિયા મળ્યા અથવા દાન આવ્યું છે. જણાવી દઈએ કે કેરળના તિરુવનંતપુરમ સ્થિત પદ્મનાભ સ્વામી મંદિર વિશ્વ વિખ્યાત ભગવાન વિષ્ણુનું મંદિર છે. માનવામાં આવે છે કે આ મંદિર છઠ્ઠી સદીમાં ત્રાવણકોરના રાજાઓ દ્વારા બનાવવામાં આવ્યું હતું. તે વિશ્વનું સૌથી કિંમતી હિન્દુ મંદિર માનવામાં આવે છે. માનવામાં આવે છે કે આ મંદિરમાં બે લાખ કરોડથી વધુની સંપત્તિ છે. જોકે, વાર્ષિક ધોરણે મળેલી રકમ અંગે કોઈને જાણકારી હોતી નથી.

તિરૂપતિ બાલાજી મંદિર

લોકડાઉન ની અસર પદ્મનાભસ્વામી મંદિર પર જ નહિ પરતું દેશભરના મંદિરોમાં પણ દાનની આવી જ હાલત છે . વિશ્વના સૌથી ધનિક મંદિરોમાંનું એક, તિરૂપતિ મંદિર પણ કોરોનાની છાયાને કારણે વધતા આર્થિક સંકટ હેઠળ છે. કોરોના સંકટની વચ્ચે, મંદિરનું ટ્રસ્ટ આર્થિક સંકટ સાથે સંઘર્ષ કરી રહ્યું છે. દરરોજ આશરે એક લાખ શ્રદ્ધાળુઓ અહીં  દર્શન  કરવા માટે આવતા હતા અને કલયુગ ના આ ભગવાનને દાન કરતા હતા, પરંતુ કોરોના રોગચાળાને કારણે, મંદિરએ લોકડાઉન માં 50 દિવસમાં 400 કરોડ રૂપિયાની આવક ગુમાવી દીધી છે.

અહેવાલો અનુસાર, તિરૂમાલા તિરૂપતિ દેવસ્થાનમમાં દૈનિક ખર્ચ અને મંદિરના કર્મચારીઓને પગાર ચૂકવવા માટે પૂરતા પૈસા નથી. મંદિર વહીવટી તંત્રે દર મહિને પગાર અને પેન્શન પર લગભગ 300 કરોડ રૂપિયા ખર્ચ કરવા પડે છે. આવી સ્થિતિમાં, હવે તે મુશ્કેલ છે. પેરોલ જેવા તમામ પગલાં અપનાવ્યા પછી પણ સ્થિતિ કંટ્રોલમાં નથી. મંદિર વહીવટ ઈચ્છતુ નથી કે કોઈ વર્ષોથી ભગવાનના નામે એકઠા થઈ રહેલા સોના, ચાંદી અથવા ડીપોજીટ રકમ સાથે ચેડા કરે.

વૈષ્ણો દેવી મંદિર

કોરોના મહામારીને કારણે લાગુ થયેલા લોકડાઉનની અસર વૈષ્ણો દેવી મંદિરના અર્પણ(દાન) પર પણ પડી છે. જણાવી દઈએ કે માતા વૈષ્ણો દેવી મંદિરમાં દર મહિને 25 થી 30 કરોડ રૂપિયા દાનમાં આવે છે. એવું કહેવામાં આવે છે કે 3 હજાર કર્મચારીઓ મંદિર માટે કામ કરે છે અને તેમનો પગાર આશરે 13 કરોડ રૂપિયા છે. આ સાથે મંદિરના જાળવણી માટે 4 થી 5 કરોડ રૂપિયા આપવામાં આવે છે. બોર્ડના જણાવ્યા અનુસાર છેલ્લા બે મહિનાથી તે ડિપોઝિટની બહાર પોતાના કર્મચારીઓને પગાર ચૂકવી રહ્યો છે. બોર્ડનું કહેવું છે કે ભક્તોની ગેરહાજરીને કારણે મંદિરને દાન નથી મળતું, તેથી અમે ઓનલાઇન દાન અને પ્રસાદ ના વિકલ્પ પર કામ કરવાનું શરૂ કર્યું છે.

વેંકટેશ્વર બાલાજી દેવસ્થાનમ મંદિર

તિરુપતિનું વેંકટેશ્વર બાલાજી દેવસ્થાનમ મંદિર પણ કોરોનાને કારણે ત્રાસી રહ્યું છે. મંદિર સમિતિના જણાવ્યા મુજબ છેલ્લા 2 મહિનાથી દેશમાં લોકડાઉન થવાને કારણે મંદિરને અત્યાર સુધીમાં 400 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. લગભગ 110 કરોડ રૂપિયા મંદિરના લગભગ 22 હજાર કર્મચારીઓના પગાર, જાળવણી અને સુરક્ષા પાછળ ખર્ચવામાં આવે છે. મંદિર સમિતિએ કહ્યું કે અમે અમારા કર્મચારીઓને મે સુધી પગાર આપીશું, પરંતુ તે પછી દાન માટેનો બીજો કોઈ વિકલ્પ શોધી કાઢવો પડશે.

શિરડી સાંઈ બાબા મંદિર ટ્રસ્ટ

શિરડી સાંઇ બાબા મંદિર ટ્રસ્ટની વાર્ષિક આવક રૂ. 700 કરોડની નજીક છે. છેલ્લા બે મહિનાથી દેશમાં લોકડાઉનને કારણે અહીં લોકોની અવરજવર સંપૂર્ણપણે બંધ છે. છેલ્લા બે મહિનામાં ટ્રસ્ટને લગભગ 2.5 કરોડનું ઓનલાઇન દાન મળ્યું છે. મંદિરમાં 6 હજાર કર્મચારીઓ કામ કરે છે. આવી સ્થિતિમાં ટ્રસ્ટને હવે કર્મચારીઓને પગાર ચૂકવવા માટે એફડી તોડવાની ફરજ પડી છે. મંદિર પાસે આશરે 2500 કરોડની એફડી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *