RCBની જીતનો હીરો ગુજરાતી: IPL ઈતિહાસમાં આ સિદ્ધિ મેળવનાર પહેલો ખેલાડી, જાણો વિગતે

Krunal Pandya IPL 2025 Final: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર એ છેલ્લા 18 વર્ષથી જે સપનું જોયુ હતું આખરે તે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ખાતે પૂરુ થયું. RCB એ IPL 2025 ની (Krunal Pandya IPL 2025 Final) ફાઇનલમાં પંજાબ કિંગ્સ (PBKS) સામે 6 રને રોમાંચક જીત મેળવી.પરંતુ, શું તમે જાણો છો કે, ફાઇનલ મેચમાં RCB ની જીતનો મોટો હીરો આ ગુજરાતી ખેલાડી રહ્યો. જેણે પોતાની ચુસ્ત બોલિંગના આધારે,પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો અને એક એવો રેકોર્ડ બનાવ્યો જે આજ સુધી કોઈ ખેલાડી આ સિધ્ધિ હાંસલ કરી શક્યું નથી.

આ ગુજ્જુ ખેલાડીનો RCB ની જીતમાં મોટો ફાળો
RCB ના ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યાએ શાનદાર બોલિંગ કરી અને પંજાબ કિંગ્સના ઘાતક બેટ્સમેન પ્રભસિમરન સિંહ અને જોશ ઇંગ્લિસને પેવેલિયન મોકલી દીધા. તેણે 4 ઓવરમાં માત્ર 17 રન આપીને બે વિકેટ લીધી. તેના શાનદાર પ્રદર્શન માટે,તેણે 12 ડોટ બોલ ફેંક્યા અને RCB માટે લક્ષ્યનો બચાવ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી.જેની માટે તેને ‘પ્લેયર ઓફ ધ મેચ’ તરીકે પસંદ કરવામાં આવ્યો.

આ સિદ્ધિ મેળવનાર પ્રથમ ખેલાડી
કૃણાલ પંડ્યા આઈપીએલના ઇતિહાસમાં ફાઇનલમાં બે વાર પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીતનાર પ્રથમ ખેલાડી બન્યો છે. તેમના પહેલા, અન્ય કોઈ ખેલાડી ફાઇનલમાં બે વાર આ એવોર્ડ જીતી શક્યો ન હતો. વર્ષ 2017 ની રાઇઝિંગ પુણે સુપર જાયન્ટ્સ સામેની ફાઇનલ મેચમાં કૃણાલ પાંડ્યાએ મુંબઈ માટે સૌથી વધું 47 રનની ઈનિંગ્સ રમી MI ને ત્રીજું IPL ટાઈટમ જીતાડ્યું હતું.

IPL 2025 માં બે વાર પ્લેયર ઓફ ધ મેચ
IPL 2025 માં કૃણાલ પંડ્યા સીઝનમાં RCB ની પહેલી અને છેલ્લી મેચમાં પ્લેયર ઓફ ધ મેચ બન્યો. તેણે સિઝનમાં બે વાર પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો. RCB એ IPL 2025 ની ફાઇનલમાં કૃણાલ પંડ્યાને 5.75 કરોડ રૂપિયાની કિંમતે પોતાની ટીમમાં સામેલ કર્યો. તેણે પોતાના શાનદાર પ્રદર્શનથી પોતાની કિંમતને યોગ્ય ઠેરવી છે.

હાર્દિક પંડ્યા થયો ભાવુક
જો કે RCB ચેમ્પિયન બન્યા પછી હાર્દિક પંડ્યાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક સ્ટોરી ભાવુક સ્ટોરી શેર કરી છે.હાર્દિક પંડ્યાએ તેના મોટા ભાઈ કૃણાલની ​​આ સિદ્ધિ પર એક ભાવનાત્મક ઇન્સ્ટાગ્રામ સ્ટોરી શેર કરી, જેણે બધાનું દિલ જીતી લીધું.