હિમાચલમાં દેખાયો રહસ્યમય વાદળી પ્રકાશ… રાતે ચમકી ઉઠી પાર્વતી નદી- લોકોએ કહ્યું ‘ચમત્કાર’

હિમાચલ પ્રદેશમાં પાર્વતી નદીમાં છેલ્લા 2 દિવસથી ઝળહળતો વાદળી પ્રકાશ એક રહસ્ય છે. રાજ્યના કુલ્લુ જિલ્લાની મણિકર્ણ ખીણમાં શુક્રવાર અને શનિવારે રાત્રે લોકોએ પાર્વતી નદીમાં…

હિમાચલ પ્રદેશમાં પાર્વતી નદીમાં છેલ્લા 2 દિવસથી ઝળહળતો વાદળી પ્રકાશ એક રહસ્ય છે. રાજ્યના કુલ્લુ જિલ્લાની મણિકર્ણ ખીણમાં શુક્રવાર અને શનિવારે રાત્રે લોકોએ પાર્વતી નદીમાં ચમકતો વાદળી પ્રકાશ દેખાયો હતો, જેનું રહસ્ય હજુ સુધી બહાર આવ્યું નથી.

જો કે લોકોએ શુક્રવારે રાત્રે પહેલીવાર આ ચમકતો પ્રકાશ જોયો હતો, પરંતુ શનિવારે ફરી એકવાર આ ચમક જોવા મળી, જેને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. જો કે લોકો તેને દૈવી ચમત્કાર માની રહ્યા છે, પરંતુ કોઈ તેને નાઈલની ચમક કહી રહ્યું છે. તે જ સમયે, આ પ્રકાશના વૈજ્ઞાનિક કારણો હજુ સુધી જાહેર થયા નથી.

નદીમાં ચમકતા આ રહસ્યમય પ્રકાશનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. રાત્રિના સમયે પણ લોકો અહી એકઠા થાય છે. ત્યાના લોકોનું કેહવું છે કે- દિવસ દરમિયાન કંઈ જોવા મળ્યું નથી. ત્યાના સ્થાનિક રહેવાસીઓ જણાવે છે કે, શનિવારે પાર્વતી નદીમાં દિવસ દરમિયાન આવી કોઈ ચમકતી વસ્તુ જોવા મળી ન હતી, પરંતુ રાત પડતાં ની સાથે વાદળી પ્રકાશ જોવા મળ્યો હતો.

મણિકર્ણ પંચાયતના સચિવ ટેક રામે જણાવ્યું કે, મણિકર્ણ બસ સ્ટેન્ડ પાસે ખુશી રામ ઉપમન્યાના ઘરની સામે પાર્વતી નદીમાં 2 દિવસથી વાદળી પ્રકાશ દેખાઈ છે. દિવસ દરમિયાન પ્રકાશ જોવા મળ્યો ન હતો, પરંતુ રાત પડતાની સાથે જ બીજા દિવસે પણ નદીમાં વાદળી પ્રકાશ ચમકતો જોવા મળ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *