ચૂંટણી જાહેરનામું ગુજરાતમાં આવતીકાલે બહાર પડશે; આ તારીખ સુધી ભરી શકાશે ઉમેદવારી પત્રક, જાણો વિગતાવાર

Lok Sabha Election 2024: ગુજરાતમાં લોકસભા ચૂંટણીનું જાહેરનામુ 12મી એપ્રિલે બહાર પડશે અને એ જ દિવસથી ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયા શરૂ થશે, ઉમેદવારીપત્રની ચકાસણીથી લઇ પરત…

Lok Sabha Election 2024: ગુજરાતમાં લોકસભા ચૂંટણીનું જાહેરનામુ 12મી એપ્રિલે બહાર પડશે અને એ જ દિવસથી ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયા શરૂ થશે, ઉમેદવારીપત્રની ચકાસણીથી લઇ પરત ખેંચવા સહિતની પ્રક્રિયા 22મી એપ્રિલ સુધી ચાલશે.રાજ્યમાં 26 લોકસભા બેઠક અને 5 વિધાનસભાની બેઠક માટે ઉમેદવારી પત્રક ભરાશે. નોંધનિય છે કે, ઉમેદવારી પત્રકો(Lok Sabha Election 2024) ભરવાનો અંતિમ દિવસ 19 એપ્રિલ રહેશે.

જાહેરનામુ 12 એપ્રિલથી 22મી એપ્રિલ સુધી અમલી રહેશે
ઉમેદવારી ફોર્મ ભરતી વખતે ચૂંટણી અધિકારીની ચેમ્બરમાં ઉમેદવાર ઉપરાંત વધુમાં વધુ ચાર વ્યક્તિઓ હાજર રહી શકશે. જેમાં તેમના ટેકેદાર અને પ્રસ્તાવકર્તાઓનો પણ સમાવેશ થાય છે. જો કંકાસનો મુદ્દો ઉપસ્થિત થાય તો ઉમેદવાર સાથે ઉમેદવારીપત્ર ભરવા આવતા વાહનોનો ખર્ચ પણ ઉમેદવારના ખર્ચમાં ગણવામાં આવશે. 19મી એપ્રિલ સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે. તે પછી ઉમેદવારીપત્રોની ચકાસણી અને ઉમેદવારી પાછી ખેંચવાની પ્રક્રિયા ચાલવાની હોવાથી આ જાહેરનામુ 12 એપ્રિલથી 22મી એપ્રિલ સુધી અમલી રહેશે.

લોકસભાની ચૂંટણી 7 તબક્કામાં યોજાશે
દેશભરમાં લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જ ગુજરાતની 26 લોકસભા સીટ અને પાંચ વિધાનસભા બેઠકની ચૂંટણીની જાહેરાત પણ કરવામાં આવી છે. લોકસભાની ચૂંટણી 7 તબક્કામાં યોજાશે જ્યારે ચૂંટણીના પરિણામો 4 જૂને જાહેર થશે. દેશમાં 19 એપ્રિલે પહેલા તબક્કા સાથે મતદાનની શરુઆત થશે અને અંતિમ 7મા તબક્કાની ચૂંટણી 1 જૂનના રોજ યોજાશે. જ્યારે ગુજરાતની 26 બેઠકો માટે 7 મેના રોજ ત્રીજા તબક્કામાં મતદાન યોજાશે. 7 મેના રોજ ગુજરાતમાં પેટાચૂંટણી માટે પણ મતદાન યોજાશે.

વિકાસના બિલોની જેમ પગાર મેન્યુઅલ કરવો જોઇએ
નાણાકીય વર્ષ-2023-24ના અંતિમ દિવસો ચાલી રહ્યા હોવાથી જિલ્લાના પંચાયતોના વિકાસના કામોના અંદાજે 150 જેટલા બીલો અને 80 કરોડના નાણાંની ચૂકવણી થઇ નહી. આથી વિકાસ કમિશ્નરે મેન્યુઅલી બીલો મંજુર કરીને નાણાંની ચૂકવણીનો આદેશ કર્યો હતો. તે રીતે પગારબીલોને મેન્યુઅલી મંજુર કરવાની મંજુરી આપવી જોઇએ તેવી ચર્ચા કર્મચારીઓમાં જોવા મળી રહી છે.

લોકસભાની 26 બેઠકો તેમજ વિધાનસભાની 6 બેઠકો પર પેટા ચૂંટણી યોજાશે
ચૂંટણી પંચ દ્વારા લોકસભાની તારીખોની જાહેરાત કરતાની સાથે જ વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો તેમજ વિધાનસભાની 6 બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી પંચ દ્વારા રાજ્યમાં ત્રીજા તબક્કામાં 7 મે નાં દિવસે ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો પર શાંતિપૂર્ણ મતદાન થાય તે માટેની તમામ તૈયારીઓ હાલમાં ચાલી રહી છે. લોકસભાની ચૂંટણીનાં દિવસે લોકો વધુમાં વધુ મતદાન કરે તે માટે ગુજરાત સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.