જસદણ માંથી કુંવરજી જાય છે ને કોંગ્રેસના ‘અવસર’ આવે છે : વાંચો રિપોર્ટ…

આવતી 20મી ડિસેમ્બરે જસદણ પેટા ચૂંટણી આવી રહી છે જેને લઇને ભાજપ પ્રત્યે લોકોનો રોષ જોવા મળી રહ્યો છે. અગાઉ ફ્રુટની લારીવાળાનો વીડિયો વાયરલ થયો હતો…

આવતી 20મી ડિસેમ્બરે જસદણ પેટા ચૂંટણી આવી રહી છે જેને લઇને ભાજપ પ્રત્યે લોકોનો રોષ જોવા મળી રહ્યો છે. અગાઉ ફ્રુટની લારીવાળાનો વીડિયો વાયરલ થયો હતો જેમાં તે બૂમો પાડતો હતો કે બાવળિયા હારે છે કોંગ્રેસ જીતે છે. ત્યારે જસદણ-વીંછિયામાં ભીંત પર કુવરજી હારે છે તેવું લખાણ લખાય ગયું છે.

જસદણની સિવિલ હોસ્પિટલની દિવાલ પર કોઇએ લખ્યું છે કે, કુવરજી હારે છે, ગુલામી હવે બંધ. આવી જ રીતે વીંછિયાની બજારોમાં પણ જાહેરમાં ભીંત પર કુંવરજી હારે તેવા લખાણો લખાય ગયા છે. આવું લખાણ લખાતા રાજકારણ ગરમાયું છે.

વાત એવી છે કે ગત રાત્રિના કોઇએ આવું લખાણ લખી અટકચાળો કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ લખાણ જસદણ-વીંછિયા પંથકમાં ટોક ઓફ ધ ટાઉન બન્યું છે.

ભાજપ દ્વારા આ લખાણ મામલે કુવરજીની છબી ખરાબ કરવા માટે વિરોધ પક્ષ દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું હોવોનો આક્ષેપ કરવામાં આવ્યો છે, જ્યારે કોંગ્રેસે આ મામલે જનતાનો અવાજ હોવાનું ગણાવ્યું છે.

નોંધનીય વાત એ છે કે સ્થાનિક માહોલ જોતા ભાજપના નેતાઓ એ હવે આ પંથકમાં પ્રચાર કરવાનું માંડી વાળ્યું છે. કુંવરજી એકલા પ્રચાર કરી રહ્યા હોય તેવો માહોલ સર્જાઈ રહ્યો છે. કુંવરજી બાવળિયાએ જ્યારે ઉમેદવારી પાત્ર ભર્યું ત્યારે જે રીતે કેન્દ્રીય મંત્રીઓ અને ગુજરાત સરકારનું અડધું કેબિનેટ મંત્રી મંડળ જોડાયું હતું અને શક્તિ પ્રદર્શન કર્યું હતું પરંતુ અવચર નકિયાના ઉમેદવારી પત્ર ભરવાની વિશાળ રેલી જોઈને ભાજપના કાર્યકર્તાઓમાંથી કોંગ્રેસમાંથી આવેલા બાવળીયા માટે પ્રચાર કરવામાં પણ સંકોચ અનુભવી રહ્યા છે. જેથી કોંગ્રેસ માટે આ બેઠક સરળ પડશે તેવું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *