બાવળિયાની દાદાગીરી, 45 ટકાએ જ વોટ આપ્યા એટલે પાણી ના આવે… જુઓ વિડીયો

કોંગ્રેસની વંડી ઠેકીને ભાજપમાં કુદેલા કુંવરજી બાવળિયાને વિરોધનો સામનો કરવો પડ્યો છે. રાજકોટ જિલ્લાનાં જસદણના કનેસરા ગામનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં…

કોંગ્રેસની વંડી ઠેકીને ભાજપમાં કુદેલા કુંવરજી બાવળિયાને વિરોધનો સામનો કરવો પડ્યો છે. રાજકોટ જિલ્લાનાં જસદણના કનેસરા ગામનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં મત માગવા માટે નીકળેલા કુંવરજીભાઈ બાવળિયા અને ભરત બોઘરાને ગામના લોકોએ પાણી પ્રશ્ને ઉઘડા લીધા હતા. જે બાદ બાવળિયા અને બોઘરાએ લોકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. બાવળિયાએ લોકોને સમજાવતા કહ્યું કે તમારા ગામની ખટપટના કારણે વિકાસ નથી. મને મત આપ્યો હતો તો વિકાસ થાત.પરંતુ પ્રયત્ન નિષ્ફળ રહેતા બંને ત્યાંથી નીકળી ગયા હતા.

વાઇરલ વીડિયોમાં કુંવરજીભાઈ દાદાગીરી કરી રહ્યાં હોય તેવું લાગી રહ્યું છે. કુંવરજીભાઈએ લોકોને કહ્યું કે ગઈ વખતે તમે મને 45થી 55 ટકા જ મત આપ્યા હતા. ત્યારે કેમ બધા ભેગા થઈને ન આવ્યા. હું પાણી પુરવઠાનો માણસ છું. કરોડો રૂપિયા ગામમાં પાણી માટે આપું એમ છું. ત્યારે ભરત બોઘરાએ પણ લોકોને સમજવવાનો પ્રયત્ન કર્યો અને કહ્યું કે તમે સમજતા નથી. આખા રાજ્યમાંથી લોકો બાવળિયા સાહેબને મળવા માટે આવે છે અને લાઈનો લાગે છે. તમે સમજો. ત્યારે બાવળિયાએ પણ કહ્યું કે હા મને મળવા માટે લાઈનો લાગે છે. કદર જ નથી. તેમ કહીને ગાડીમાં બેસી ગયા હતા અને ત્યાંથી નીકળી ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *