PM મોદી 15 ડીસેમ્બરે ગુજરાત આવીને ગુજરાતની જનતાને આપશે આ ત્રણ અમૂલ્ય ભેટ

PM નરેન્દ્ર મોદી થોડા દિવસ બાદ એટલે કે, 15 ડિસેમ્બરે ગુજરાતમાં આવેલ કચ્છના ધોરડોની મુલાકાત લેશે. આની સાથે રાજ્યમાં કેટલીક વિકાસલક્ષી પરિયોજનાનો શિલાન્યાસ કરવામાં આવશે. આ વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટમાં ડિસેલિનેશન પ્લાન્ટ, હાઇબ્રિડ રિન્યૂએબલ એનર્જી પાર્ક તથા સંપૂર્ણપણે ઓટોમેટિક મિલ્ક પ્રોસેસિંગ એન્ડ પેકિંગ પ્લાન્ટનો સમાવેશ થાય છે. આ પ્રસંગે ગુજરાતના CM વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહેશે. PM નરેન્દ્ર મોદી સફેદ રણની મુલાકાત લઈને એક સાંસ્કૃતિક કાર્યક્રમના સાક્ષી બનશે.

અંદાજે 8 લાખ લોકોને આ પ્લાન્ટમાંથી ડિસેલિનેટેડ પાણી મળશે:
ગુજરાતના લાંબા દરિયાકિનારાની સાથે કચ્છમાં આવેલ માંડવીમાં આગામી ડિસેલિનેશન પ્લાન્ટની સાથે દરિયાના પાણીને પીવાના પાણીમાં બદલાવ લાવવાની દિશામાં અગત્યનું પગલું લેવામાં આવ્યું છે. દરરોજ કુલ 10 કરોડ લિટરની ક્ષમતા સાથે આ ડિસેલિનેશન પ્લાન્ટ નર્મદા ગ્રિડ, સૌની નેટવર્કને પૂર્ણ કરી ગુજરાતમાં જળસુરક્ષાને વધુ મજબૂત કરશે.

આની સાથે વેસ્ટ વોટરના ટ્રીટમેન્ટ માટેની માળખાગત સુવિધા ઊભી કરશે. દેશમાં પાણીનાં ટકાઉ તથા વાજબી સંસાધન માટે મહત્ત્વપૂર્ણ સીમાચિહ્ન બનશે. મુન્દ્રા, લખપત, અબડાસા તથા નખત્રાણા તાલુકાના વિસ્તારોમાં અંદાજે 8 લાખ લોકોને આ પ્લાન્ટમાંથી ડિસેલિનેટેડ પાણી મળશે.

જેથી ભચાઉ, રાપર તથા ગાંધીધામના ઉપરના તાલુકાઓ સાથે વધારાનું પાણી વહેંચવામાં પણ મદદ મળશે. ગુજરાતમાં આગામી 5 ડિસેલિનેશન પ્લાન્ટ પૈકીનો એક છે. આ પાંચ ડિસેલિનેશન પ્લાન્ટમાં દહેજ (100 MLD), દ્વારકા (70 MLD), ઘોઘા ભાવનગર (MLD) તથા ગીર સોમનાથ (30 MLD) નો સમાવેશ થાય છે.

સૌથી મોટો ઊર્જા જનરેશન પાર્ક બનશે:
ગુજરાતમાં કચ્છ જિલ્લામાં વિઘાકોટ ગામ પાસે આવેલ હાઇબ્રિડ પુનઃપ્રાપ્ય ઊર્જા પાર્ક દેશનો સૌથી મોટો પુનઃ પ્રાપ્ય ઊર્જા જનરેશન પાર્ક બનાવવામાં આવશે. આ કુલ 30 ગીગાવોટ સુધીની પુનઃપ્રાપ્ય ઊર્જાના ઉત્પાદન તરફ દોરી જશે. કુલ 72,600 હેક્ટર જમીનમાં પથરાયેલો આ પાર્ક પવન તથા સૌર ઊર્જાના સંગ્રહ માટે પ્રતિબદ્ધ હાઇબ્રિડ પાર્ક ઝોન બણાવવામાં આવશે તથા વિન્ડ પાર્કની પ્રવૃત્તિઓ માટે એક્સક્લૂઝિવ પાર્ક બનાવવામાં આવશે.

દરરોજ 2 લાખ લિટર દૂધનું પ્રોસેસિંગ કરવાની ક્ષમતા:
PM નરેન્દ્ર મોદી કચ્છમાં આવેલ અંજારમાં સરહદ ડેરીમાં સંપૂર્ણપણે ઓટોમેટિક મિલ્ક પ્રોસેસિંગ તેમજ પેકિંગ પ્લાન્ટનું શિલારોપાણ પણ કરવામાં આવશે. આ પ્લાન્ટનો ખર્ચ કુલ 21 કરોડ રૂપિયા આવશે. દરરોજ કુલ 2 લાખ લિટર દૂધનું પ્રોસેસિંગ કરવાની ક્ષમતા ધરાવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *