સુરતમાં સાળા બનેવી વચ્ચે તલવારથી ખેલાયેલા ખૂની ખેલના દ્રશ્યો આવ્યો સામે- હિંમત વાળા જ જોઈ શકશે વિડીયો

રાજ્યમાં અવાર-નવાર હત્યાની ઘટનાઓ બનતી રહે છે. ત્યારે આજે ફરી એક વખત આવી જ એક ઘટના સુરતમાંથી સામે આવી રહી છે. સુરતના કતારગામ (Katargam) વિસ્તારમાં બનેવીએ સાળાને તલવારના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરી નાખતા ચકચાર મચી જવા પામી છે. જોકે બનેલી હત્યા કર્યા બાદ સમગ્ર પરિવારને જાહેરમાં લાકડાના ફટકા માર્યા હતા જેનો લાઇવ વીડિયો (Live Video) સામે આવ્યો છે.

સુરત શહેરના કતારગામ વિસ્તારમાં નંદનવન સોસાયટી, બાપાસીતારામ ચોક બનેવીએ સાળાને ચપ્પુના ઘા મારી નિર્મમ હત્યા કર્યા બાદ આખા પરિવારને જાહેરમાં લાકડાના ફટકા મારી ભાગી ગયો હતો. પત્નીને છૂટાછેડાને લઈને એક વર્ષથી ચાલી રહેલા વિવાદને લઈ બનેવીએ સાળાની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. સુરતના કતારગામ ખાતે આવેલા નંદનવન સોસાયટીમાં રહેતા જયેશભાઈ પ્રજાપતિ બનેવી અને મહેશભાઈ પ્રજાપતિ ભાગીદારીમાં સાડીમાં સ્ટોન સહિતના વર્ક નું કામકાજ કરતા હતા.

હાલમાં સમગ્ર ઘટનાનો લાઈવ વીડિયો ખુબ જ વિરલ થઈ રહ્યો છે. રાત્રિના સમયે હુમલાખોરોએ લાકડાના ફટકા સહિતના અન્ય હથિયારો સાથે હુમલો કર્યો હતો જેથી રસ્તામાં જાહેરમાં માર મારતા પરિવારના સભ્યો અને સ્થાનિકોને પણ બચાવવા વચ્ચે પડ્યા હતા તેમ છતાં હુમલાખોરે મારવાનું શરૂ રાખ્યું હતું જે સમગ્ર ઘટનાનો લાઈવ વીડિયો સામે આવ્યો છે. ઘટનાના પગલે બન્ને ભાઈઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા બંનેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા જેમાં મોટાભાઈ જયેશનું મોત નીપજ્યું હતું.

પ્રેમિકાને પામવા પત્નીને છૂટાછેડા આપવાની માથાકુટમાં ટેક્સટાઇલના જોબવર્ક સાથે સંકળાયેલા વેપારીએ હત્યા સુધી પહોંચાડી દીધો હોવાનું જીવતું ઉદાહરણ સામે આવ્યું છે. બનેવી દ્વારા કરાયેલા હુમલામાં મૃતક જયેશભાઇના નાનાભાઈ, તેમની સગર્ભા પત્ની, માતા અને વિધવા થઈ ગયેલી જયેશભાઇની પત્નીને પણ ગંભીર ઇજા થઇ હોવાનું જાણવા મળ્યું છે.

મૃતકના કાકા રાઘવભાઈએ જણાવ્યું હતું કે, ભત્રીજી પ્રીતિના લગ્ન 20 વર્ષ પહેલાં મહેશ મધુભાઈ જાંજમેરા સાથે થયા હતા. જોકે જમાઈ મહેશ કેટલાક સમયથી બીજી યુવતીના પ્રેમમાં પડ્યો હતો, જેની જાણ બાદ તે પત્ની પ્રીતિને છૂટાછેડા આપી દેવા માગતો હતો. એટલું જ નહીં, પણ આ મુદ્દે 3-4 વાર મહેશ અને તેનો પરિવાર વેવાઈના ઘરમાં ઘૂસીને ધમકાવવાનો પ્રયાસ કરી છૂટાછેડા આપવા દબાણ કરી ગયો હતો.

મૃતકના કાકા રાઘવભાઈએ વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મંગળવારની સાંજે જમાઈ મહેશ અને એનો પરિવાર પિયરમાં આશ્રય લેનાર પ્રીતિને મળવા આવ્યા હતા અને છૂટાછેડાની વાત ઉપાડી ધમાલ કરી હતી, સાથે સાથે પ્રીતિ અને એના પરિવારની મહિલાઓ, જેમ કે ભાભી, માતાને પણ માર માર્યો હતો. માર્કેટમાંથી સાંજે ઘરે ગયેલા જયેશ અને તેમના નાના ભાઈ નિતેશને આ બાબતની જાણ થતાં તેઓ બનેવીને સમજાવવા ગયા હતા. ત્યારે બનેવીએ સોસાયટી બહાર જ જયેશ અને નિતેશ પર ચપ્પુ વડે હુમલો કરી ઉપરાઉપરી ઘા મારતાં બન્ને ભાઈઓ જમીન પર ઢળી પડ્યા હતા. એટલું જ નહીં, ઘરની મહિલાઓને પણ જાહેરમાં લાકડાના ફટકા વડે માર મરાયો હતો.

મંગળવારની સાંજે બનેલી આ ઘટના બાદ બન્ને ભાઈ સહિત આખા પરિવારને તાત્કાલિક સારવાર માટે સ્મિમેર હોસ્પિટલ લઈ આવતાં જયેશભાઈને મૃત જાહેર કરાયા હતા, જ્યારે નાના ભાઇ નિતેશને તત્કાલિક એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જયેશભાઇને છાતીમાં 3 અને પેટમાં 1 ઘા અને નિતેશને છાતી અને કમર પર 3-4 ઘા મરાયા હતા. જયેશભાઇ ટેકસટાઇલમાં જોબવર્ક સાથે સંકળાયેલા હતા.

મળતી માહિતી અનુસાર, જયેશભાઇની બહેન પ્રીતિને એક 17 વર્ષની દીકરી સાથે બે સંતાન છે. પ્રેમિકાને પામવા મહેશે પત્નીને એક વર્ષ પહેલાં જ પિયરમાં છોડી દીધી હતી. બાળકો પણ આપ્યાં ન હતાં. આ બાબતે પોલીસ સ્ટેશનમાં કેસમાં ચાલી રહ્યો છે. એક વર્ષમાં લગભગ ચારવાર મહેશે સાળાઓ સહિત તમામ સાસરિયાંને ધમકાવી છૂટાછેડા લેવાનો પ્રયાસ પણ કર્યો છે. 5 દિવસ પહેલાં પણ મહેશે સાસરીમાં ધમાલ મચાવી છૂટાછેડા આપી દો, નહિતર એકને તો હું કાપી જ નાખીશ એવી ધમકી પણ આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *