મોરબીમાં ખેલાયો ખૂની ખેલ: ભાઇએ જ છરીના ઘા ઝીંકીને કરી ભાઇની કરપીણ હત્યા

ગુજરાત: મોરબી (Morbi) માં હાલમાં ફરી એકવાર ખૂની ખેલ (murder) ખેલાયો હોવાની ઘટના સામે છે. શહેરમાં રાત્રીના 12 વાગ્યાનાં સુમારે લીલાપર રોડ પરની હોથીપીરની દરગાહ…

ગુજરાત: મોરબી (Morbi) માં હાલમાં ફરી એકવાર ખૂની ખેલ (murder) ખેલાયો હોવાની ઘટના સામે છે. શહેરમાં રાત્રીના 12 વાગ્યાનાં સુમારે લીલાપર રોડ પરની હોથીપીરની દરગાહ નજીક રહેતા તેમજ રીક્ષા ચલાવીને ગુજરાન ચલાવતાં ઈમરાનશા ઉમરશા શાહમદાર વાળાને તેના જ કાકાના દીકરા સર્ફરાજ ફિરોઝશા શાહમદાર વાળાએ  અચાનક જ આવીને પેટના ભાગે છરીના ઘા ઝીંકીં દીધા હતા.

બાદમાં ઇમરાન શાહમદારને એમ્બ્યુલન્સ મારફતે ગંભીર હાલતમાં મોરબીની સિવિલમાં લઈ જવામાં આવ્યો હતો. સિવિલમાં વધારે રક્ત વહી જવાને લીધે રાજકોટ રીફર કરવાની તૈયારી કરી રહ્યું હતું. આ સમય દરમ્યાન જ ઇજાગ્રસ્ત ઇમરાનનું મોત થતા ઘટના હત્યામાં પલટાઈ ગઈ હતી.

ઘટનાની જાણ થતાંની સાથે જ મોરબી સીટી A ડીવીઝન, LCB,DYSP સહિત પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચી ગયો હતો તેમજ આ ઘટનાની ઝીણવટ ભરી તપાસ હાથ ધરવામાં આવી હતી. બીજી તરફ મૃતક યુવાનનું પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી કરવાની કવાયત હાથ ધરાઈ છે.

પરિવારજનોના જણાવ્યાનુસાર, સર્ફરાજ શાહમદારની તપાસ હાથ ધરતા પોલીસની ટીમને આરોપી હાથવેંતમાં આવી ગયો હોવાનું આધારભુત સૂત્રોમાંથી જાણવા મળી હર્યું છે. જો કે, મૃતક ઇમરાનના પરિવારજનોએ મીડિયા સાથેની વાતચીતમાં આ હત્યા કયા કારણસર કરાઈ તેનો કોઈ જ ખ્યાલ ન હોવાનું કહ્યું હતું.

આ હત્યા સર્ફરાજ દ્વારા નિપજવવામાં આવી જેનાથી પરિવારજનો પણ સ્તબ્ધ છે. કારણ કે, બન્ને કૌટુંબિક ભાઈઓ છે ત્યારે હત્યા પાછળનું તટસ્થ કારણ જાણવા તેમજ ફરીયાદ નોંધવા સહિતની કામગીરી હાલમાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

પ્રેમ પ્રકરણને કારણે હત્યાની આશંકા:
આગામી સમયમાં A ડીવીઝન પોલીસને પણ ગણતરીના સમયમાં જ આરોપીનું પગેરું મેળવવામાં સફળતા મળતા આ હત્યા પ્રેમ પ્રકરણમાં થઈ હોવાની પ્રબળ શક્યતા સેવાઇ રહી છે. હાલમાં A ડીવીઝન PI સહિતની ટીમ દ્વારા ઝીણવટ ભરી તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *