રાજકોટની મહિલાએ બનાવી સૌથી અનોખી રાખડી- પહેરીને ફેંકવાની જગ્યાએ કુંડામાં રોપવાથી ઊગી નીકળશે તુલસી

શ્રાવણ સુદ પૂર્ણિમાના દિવસે એટલે કે, સમગ્ર દેશમાં રક્ષાબંધનનાં તહેવારની ઉજવણી કરવામાં આવે છે. નારિયેળી પૂનમ તથા ભાઈ બહેનના પવિત્ર એવા રક્ષાબંધનના તહેવાર નિમિતે રાજકોટમાં ઇકો ફ્રેન્ડલી ચીજવસ્તુઓ બનાવતી મહિલાએ રાખડીનો ઉપયોગ પૂર્ણ થયા બાદ તેમાંથી તુલસીના છોડ થાય એવી રાખડી બનાવી છે.

આપણે ત્યા સામાન્ય રીતે એવું જોવા મળે છે કે, રક્ષાબંધનનો તહેવાર પૂર્ણ થયા બાદ રાખડીને કુંડામાં કોઈ પવિત્ર છોડ ની પાસે અથવા તો પીપળાના ઝાડ પાસે મૂકવામાં આવે છે. જયારે કેટલાક લોકો રાખડીને વહેતા પાણીમાં પધરાવી દેતા હોય છે ત્યારે રક્ષાબંધનનો તહેવાર પૂર્ણ થયા બાદ પણ રાખડી કાયમી પોતાના ઘરમાં જ સચવાઈ શકે તે માટે બનાવવામાં આવી છે.

આ રાખડી તુલસીના બીજ માંથી બનાવવામાં આવી છે. તુલસીના બીજમાંથી પેપર બનાવવામાં આવે છે. જેનાં પર બાળકોમાં આકર્ષણનું કેન્દ્ર જમાવે તે માટે તેને અવનવી ડિઝાઇનમાં પરિવર્તિત પણ કરવામાં આવ્યા છે ત્યારે રક્ષાબંધનનાં તહેવાર પછી રાખડીમાં રહેલ પેપરને કુંડામાં માટી સાથે વાવવાથી તેમાંથી તુલસીનો છોડ ઉગશે.

દીપ્તિ ગાંધી જણાવે છે કે, eco friendly products સાથે હું છેલ્લા ૩ વર્ષથી જોડાયેલ છું ત્યારે ગત દિવાળીએ પણ ઇકોફ્રેન્ડલી કેન્ડલ બનાવી હતી. જેનાથી કોઇપણ જાતનો ધુમાડો થતો નથી. આની સાથે જ ધૂળેટી તથા ઇકો ફ્રેન્ડલી રંગ પણ બનાવ્યા હતા.

શરૂઆતના તબક્કે 500 જેટલી રાખડીઓ બનાવી હતી કે, જેનાં પૈકી 400 જેટલી રાખડીઓનું વેચાણ વિદેશમાં કરવામાં આવ્યું છે. આમ, ઇકો ફ્રેન્ડલી રાખડીને ફક્ત આપણી સ્વદેશી ધરતી પર ખુબ સારો પ્રતિસાદ મળ્યો છે પણ વિદેશી ધરતી પર પણ સારો પ્રતિસાદ મળ્યો છે.

આપણે ત્યાં રૂપિયા 5 થી લઈને 50,000 રૂપિયાથી પણ વધુની કિંમતની રાખડી મળતી હોય છે. આપણે ત્યાં રાખડી રેશમી દોરાથી લઈને સોના-ચાંદીની ધાતુમાંથી રાખડી બનાવવામાં આવે છે ત્યારે દિપ્તીબેન ગાંધી દ્વારા બનાવાયેલ તુલસી રાખડીએ લોકોમાં કુતુહલતા જન્માવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *