અર્થતંત્ર જાળવી રાખવામાં નિષ્ફળ ગયેલા નિર્મલા સીતારમણનું સ્થાન લઇ શકે છે આ પ્રખર અર્થશાસ્ત્રી- જાણો કોણે કહ્યું

હાલમાં કોરોના વાઈરસ સમગ્ર દેશમાં ફેલાયોલો છે. જેના કારણે રાજકીય ક્ષેત્રે, કારોબારી ક્ષેત્રે અને હાલમાં સોશિયલ મીડિયામાં એક મોટી ચર્ચા ચાલી રહી છે. આ ચર્ચામાં કહેવામાં આવી રહ્યું છે કે, દેશના નાણાં પ્રધાનના પદે મોટું પરિવર્તન થશે. આ ચર્ચામાં કહેવામાં આવી રહ્યું છે કે, નાણામંત્રી નિર્મલા સીતારમણને હટાવીને તેના સ્થાને જાણીતા બેંકર એવા કેવી કામથને નાણા પ્રધાન બનાવવામાં આવી શકે તેવી સંભાવના છે.

નેશનલ ડેવલપમેન્ટ બેંકનું અધ્યક્ષ પદ છોડી દીધુ

સોશિયલ મીડિયા પર એવી ઘણી પોસ્ટ શેર થયેલી છે કે, જેમાં ઘણા બધા યુઝર્સ આ વિષય પર ચર્ચા કરી રહ્યા છે. ઘણા ટ્વિટમાં સવાલ કરાયા છે કે, શું પીએમ મોદી નાણાપ્રધાન નિર્મલા સીતારમણને હટાવવાના છે. તો કેટલાક ટ્વિટ્સમાં આ વાતને માત્ર અફવા ગણાવાઇ. હંસ ઇન્ડિયા નામની વેબસાઇટના અહેવાલમાં લખવામાં આવ્યું છે કે, કેવી કામથે થોડા દિવસો પહેલા બ્રિક્સના પાંચ સભ્ય દેશોના નેતૃત્વવાળી નેશનલ ડેવલપમેન્ટ બેંકનું અધ્યક્ષ પદ છોડી દીધુ હતું. ત્યારબાદ અટકળો વહેતી થઇ કે, હવે કેવી કામથ રાજકારણમાં જમ્પ લાવશે. કેવી કામથને સરકારમાં સ્થાન મળી શકે છે.

મળતી વિગતો અનુસાર, બેંકિંગ ક્ષેત્રના દિગ્ગજ કેવી કામથને મોદી સરકારમાં મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે. મોદી સરકારનો બીજો કાર્યકાળ આર્થિક મોરચે નિષ્ફળ રહ્યો છે. ત્યારે દેશની બગડતી અર્થવ્યવસ્થાને લઇને વિપક્ષ દ્વારા પ્રહાર કરવામાં આવી રહ્યા છે. આવી સ્થિતિમાં દેશની આર્થિક સ્થિતિ મજબૂત કરવી તે ભાજપ સરકાર પહેલી પ્રાથમિકતા છે. સતત ઘટી રહેલા જીડીપી ગ્રોથમાં રિકવરી માટે સરકાર ઉદ્યોગજગતના અનુભવી લોકોની મદદ ઇચ્છી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *