નવસારી(Navsari): રાજ્યમાં અવારનવાર ચોરીની ઘટનાઓ સામે આવતી રહે છે. તેમાં પણ વાહન ચોરીની ઘટના છાશવારે પ્રકાશિત થતી રહે છે. ત્યારે આજરોજ નવસારી એલસીબી ટીમ દ્વારા રાજ્યના અલગ અલગ શહેરમાં વાહન ચોરી કરવી ટોળકીના એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. નવસારી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એસ.કોરાટ દ્વારા જિલ્લામાં વાહન ચોરીની ફરિયાદો દાખલ થતા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
નવસારી જિલ્લામાં થયેલી ફરિયાદો અનુસાર, ચોરી થયેલ ઘટનાની આજુબાજુના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યા હતા. સીસીટીવી ફૂટેજ ના આધારે આરોપીઓની ઓળખ કરીને નવસારી પોલીસે હાઈવે ઉપર વાહન ચોરી કરનાર મધ્યપ્રદેશની ગેંગની વોચમાં રહી વાહન ચેક કર્યું હતું. પોલીસ ચેકિંગ દરમિયાન વિલેશ ઉર્ફે વિલીયા જુગડિયા ચોંગડ (ઉંમર 21) અને કિશોર (ઉંમર 22) (35, ચોથા માળે, આદર્શ નગર બિલ્ડીંગ, કાપોદ્રા, સુરત.) ને ચોરી કરેલી હીરો સ્પ્લેન્ડ્ર પલ્સ મોટરસાયકલ સાથે પકડી પાડવામાં આવ્યા છે.
પકડાયેલા આરોપીઓ ઉપરાંત ગેંગના મોસ્ટ વોન્ટેડ આરોપીઓમાં પ્રિતેશ નસરીયા ચોંગડ, ભિલુ મલસિંગ ભીડે, શૈલેષ ઝંડુ કિરાડ, સચીન જુગડીયા ચોંગડના નામ જાહેર કરવામાં આવ્યા છે. આ ગેંગ રાજ્યના અલગ અલગ શહેરોમાંથી વાહન ચોરી કરતી હતી. અત્યાર સુધીમાં નવસારીમાંથી 4 વાહનો, સુરતમાંથી ચાર વાહનો, સુરત ગ્રામ્ય માંથી ચાર વાહનો, છોટાઉદેપુર માંથી છ વાહનો, ભરૂચ માંથી એક વાહન, પંચમહાલ માંથી એક વાહન અને વડોદરા શહેરમાંથી એક વાહન આગેન્દ્ર અત્યાર સુધીમાં રાજ્યમાંથી 21 વાહનોની ચોરી કરવામાં આવી છે.
હાલમાં પકડાયેલા આરોપીઓ પાસેથી અલગ અલગ કંપનીઓને મોટરસાયકલ જેવી કે, બુલેટ, હીરો સ્પ્લેન્ડર, હીરો ડીસી ડીલક્સ, પેશન પ્રો, હોન્ડા શાઇન, બજાજ પ્લસ મળીને કુલ 21 વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસે કબજે કરેલ મુદ્દા માલની કુલ કિંમત રૂપિયા 5,50,000 હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસ દ્વારા અન્ય આરોપીઓની શોધખોળ કરવામાં આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.