કેન્દ્રીય શ્રમ મંત્રાલય દેશભરમાં જનરલ પ્રોવિડન્ટ ફંડ ઓફિસ સાથે રાજ્ય કર્મચારી વીમા નિગમ એટલે કે એસ આઇ સી સાથે સંગઠનથી ક્ષેત્રમાં નોકરીમાં થયેલી છટણી અને પગારમાં થયેલા કપાતના આંકડાઓ માંગ્યા છે. આ બાબતે એક વિસ્તૃત રિપોર્ટ તૈયાર કરીને પ્રધાનમંત્રી કાર્યાલય ને આપવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના તમામ ઉધોગોને કહ્યું હતું કે, સંકટના સમયમાં કર્મચારીઓની છટણી કરવી નહીં. એમ્પ્લોયીઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન પાસે પેન્શનર સહિત લગભગ છ કરોડ છે. જ્યારે ESIC સબસ્ક્રાઈબર ની સંખ્યા ત્રણ કરોડથી વધુ છે.
મોટાભાગની કંપનીઓ મહિનાના અંતિમ દિવસે કે આગલા મહિનાની 7 તારીખે પગાર આપવામાં આવતો હોય છે. જો પગાર આપવામાં મોડું થાય છે, તો તેનો રિપોર્ટ સરકારને આપવામાં આવશે. આ મામલે જાણકારી રાખવા વાળા એક સરકારી અધિકારીએ જણાવ્યું છે કે, ઈપીએફઓ ઓફિસ ને ફરિયાદીએ ફોન કરીને ફરિયાદ કરવાનું કહ્યું છે. આમ સરકારી કાર્યાલય ની સૂચના અનુસાર જો તમને પગાર મળવામાં મોડું થઈ રહ્યું છે, તો EPFO ઓફીસ ને તમે ફોન કરીને જાણ કરી શકો છો. આ માટે તમારા રજીસ્ટર્ડ નંબર થી 011-22901406 પર મિસ્ડ કોલ કરવાનો રહેશે.
Labour ministry એ સેન્ટ્રલ ચીફ લેબર કમિશનર ની જાણકારી અનુસાર કર્મચારીઓને નોકરીએથી કાઢવામાં આવે અથવા પગાર આપવામાં આવે તો તેને ફરિયાદો નિવારવા માટે દેશભરમાં કોલ સેન્ટર બનાવવામાં આવ્યા છે. આ કોલ સેન્ટર પર મળેલી જાણકારી અનુસાર રિપોર્ટ બનાવવામાં આવશે. આ સિવાય labour ministry એક એડવાઇઝરી પણ જાહેર કરી છે. જેમાં કર્મચારીઓને આશ્વાસન દેવામાં આવ્યું છે કે, તેમની નોકરી ને કે તેમના પગાર ને કોઇ અસર થશે નહીં.
એક અન્ય અધિકારીએ જણાવ્યું કે આ ડેટા કોલ સેન્ટર પર આવવાથી અમે રિપોર્ટ બનાવીશું. જેથી અમને ખ્યાલ આવે કે lockdown ને કારણે કયા સેક્ટરમાં કેટલાક કર્મચારીઓને વેપાર રોજગાર બંધ થવાથી અસર પડી છે. કોરોનાવાયરસને ફેલાવાથી રોકવા માટે સરકારે દેશભરમાં lockdown ને 3 મે સુધી વધારી દીધું છે.
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ગુરૂવારના એક નિવેદનમાં જણાવવામાં આવ્યું કે, lockdown ને કારણે લગભગ 37.3 કરોડ કામદારોને દરરોજનું લગભગ ૧૦,૦૦૦ કરોડના પગાર નુકસાન થઈ રહ્યું છે. lockdown પૂર્ણ થશે ત્યાં સુધીમાં આ નુકસાન ચાર લાખ કરોડ થી વધુનું હશે.
Lockdown ના પહેલા તબક્કામાં કેન્દ્ર સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા 1.7 લાખ કરોડ રૂપિયાના રાહતપેકેજ માંથી સરકાર 15 હજાર રૂપિયા પ્રતિમાસ થી ઓછા વેતન વાળા કર્મચારીઓને પ્રોવીડંડ ફંડ ના માધ્યમ થી ત્રણ મહિનાનું યોગદાન આપશે. જો કે આ એ જ કંપનીઓને લાગુ થશે, જ્યાં કર્મચારીઓને સંખ્યા જોકે સૌથી ઓછી છે. અને આ કંપનીઓના ૯૦ ટકા કર્મચારીઓનો પગાર 15 હજાર થી ઓછો હોય.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news