LAC પર ફરી એકવાર ભારત-ચીન વચ્ચે થઈ ઝપાઝપી: ચીનના 20 સૈનિકો અને ભારતના 4 સૈનિકો થયા

ચીન-ભારતની વચ્ચે ચાલી રહેલ વિવાદનું પરિણામ ઘણીવાર બોર્ડર પર તૈનાત જવાનોને ભોગવવું પડતું હોય છે ત્યારે હાલમાં પણ આવા જ એક સમાચાર સામે આવ્યા છે. પૂર્વ લદાખમાં LAC પર ફરી એકવાર તણાવ વખતે સિક્કિમમાં ભારત-ચીનના સૈનિકોની વચ્ચે ઝપાઝપી થઈ છે.

એવું માનવામાં આવે છે કે, 3 દિવસ અગાઉ સિક્કિમમાં આવેલ કૂલામાં ચીની સેનાએ LACની હાલની પરિસ્થિતિને બદલવાનો પ્રયાસ કર્યો હતો તથા તેમના કેટલાંક સૈનિકો ભારતીય સીમામાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ દરમિયાન ભારતીય સૈનિકોએ ચીની સૈનિકોને અટકાવ્યા હતા.

આ દરમિયાન ભારત અને ચીની સૈનિકોની વચ્ચે ઝપાઝપી થઈ હતી, જેમાં ભારતના કુલ 4 તથા ચીનના કુલ 20 જેટલા જવાનો ઘાયલ થયા છે. જો કે, હાલમાં પરિસ્થિતિ તણાવપૂર્ણ હોવાં છતાં સ્થિર માનવામાં આવે છે. ભારતીય સેનાના એક સિનિયર અધિકારી જણાવતાં કહે છે કે, ભારતીય ક્ષેત્રની સાથે જ તમામ પોઈન્ટ પર હવામાનની સ્થિતિ ખરાબ હોવા છતાં કડક સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી છે.

બંને દેશો વચ્ચે 15 કલાક બેઠક ચાલી :
ભારતીય વિસ્તારમાં ચીની સૈનિકોએ ઘૂસવાનો પ્રયાસ કરતાં હાલમાં અહીંનું વાતાવરણ તણાવપૂર્ણ રહ્યું છે. આ તણાવને ઓછો કરવા માટે પૂર્વી લદાખના મોલ્ડોમાં ભારત તથા ચીની સૈન્ય અધિકારીઓની વચ્ચે ગઈ કાલે 9મા તબક્કાની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. લગભગ 15 કલાક બેઠક ચાલી હોવાં છતાં એમાં કોઈ નિર્ણય આવ્યો ન હતો. આ બેઠકમાં ભારત દ્વારા LAC પર તણાવ ઓછો કરવાની અપીલ કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *