સૌરાષ્ટ્રની આ દીકરીએ એવી અનોખી સિદ્ધિ હાંસલ કરી કે, ચારેબાજુ થઇ રહી છે વાહ વાહ!

દેશની દીકરીઓ આજના સમયમાં તમામ ક્ષેત્રોમાં આગળ નીકળી ચુકી છે. આવા સમયમાં ખુબ ગર્વની લાગણી અનુભવાઈ એવાં સમાચાર સામે આવ્યા છે. ગીર સોમનાથ જિલ્લામાં આવેલ…

દેશની દીકરીઓ આજના સમયમાં તમામ ક્ષેત્રોમાં આગળ નીકળી ચુકી છે. આવા સમયમાં ખુબ ગર્વની લાગણી અનુભવાઈ એવાં સમાચાર સામે આવ્યા છે. ગીર સોમનાથ જિલ્લામાં આવેલ પેઢવાડા ગામની ગરીબ પરિવારની દીકરીએ જુડોની રમતમાં ગોલ્ડ મેડલ જીતીને પરિવારનું નામ રોશન કર્યું છે.

સમગ્ર દેશમાં યોજાતી ‘ખેલો ઇન્ડિયા’ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. પેઢાવાડા ગામમાં ભુપતભાઇ નામના વ્યક્તિ રીક્ષા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યાં છે. બે દીકરી, એક દિકરો તેમજ પતિ પત્ની એમ મળીને કુલ 5 પાંચ લોકોનો આ પરિવાર ફક્ત ભુપતભાઇની રીક્ષા પર જ નિર્ભર રહેલાં છે.

જો કે, ભુપતભાઇના પરિવારે કલ્પના પણ નહોતી કરી કે, 10માં ધોરણમાં અભ્યાસ કરતી એમની દિકરી જુડો ક્ષેત્રમાં અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી લેશે. તેમનું પોતાનું નામ ગીર સોમનાથ સહિતનાં જિલ્લાઓમાં રોશન કર્યું છે. સરકાર દ્વારા જુડો ચેમ્પિયન સોનલ ડોડિયાની કુશળતા પિછાણી તથા અભ્યાસ અને જુડોની તાલીમનો પૂરો ખર્ચ ઉપાડી લીધો છે. આ દીકરીએ સમગ્ર પંથકનું નામ રોશન કર્યું છે.

અહીં નોંધનીય છે કે, નાના એવાં ગામની આ દિકરીએ જુડોની કેટલીક સ્પર્ધાઓમાં ભાગ લીધો છે. આની ઉપરાંત ખેલો ઇન્ડિયા સ્પર્ધા વર્ષ 2019, નેશનલ ચેમ્પિયન બની ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. સૌપ્રથમ વખત જુડોમાં આ છોકરીની પસંદગી રાજકોટમાં થઇ હતી.

તેનું નડિયાદ એકેડેમી ખાતે એડમિશન મેળવ્યું હતું. એકેડેમીમાં સખત મહેનત કરીને ખેલો ઇન્ડિયામાં ગોલ્ડ પ્રાપ્ત કર્યો હતો. અત્યાર સુધીમાં કુલ 6 ગોલ્ડ મેડલ, બ્રોન્ઝ તથા સિલવર સહિત કુલ 19 મેડલ પ્રાપ્ત કરી ચુકી છે. આ એક ખુબ ગૌરવની બાબત કહેવાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *