દુઃખદ સમાચાર: લદ્દાખ અકસ્માતમાં માં ભારતીના 7 લાડલા સપૂત થયા શહીદ- ‘ઓમ શાંતિ’

લદ્દાખ(Ladakh)ના તુર્તુક(Turtuk) સેક્ટરમાં એક વાહન અકસ્માત(Accident)માં ભારતીય સેનાના સાત જવાનોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે અન્યને ગંભીર ઈજાઓ થઈ છે. ઘાયલોને શ્રેષ્ઠ સારવાર મળે તે માટે તમામ પ્રયાસો ચાલુ છે. જે વાહનને અકસ્માત નડ્યો તેમાં 26 જવાન સવાર હતા. કાર શ્યોક નદીમાં પડી હતી. કેટલાક જવાન ગંભીર રીતે ઘાયલ હોવાનું કહેવાય છે. તમામ 19 ઘાયલ જવાનોને એરલિફ્ટ કરીને ચંદીમંદિર કમાન્ડ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

આ ઘટના ત્યારે બની જ્યારે 26 સૈનિકોની ટીમ લેહ જિલ્લાના પરતાપુર ટ્રાન્ઝિટ કેમ્પથી તુર્તુક જઈ રહી હતી. વાહન રસ્તા પરથી સ્લિપ મારીને શ્યોક નદીમાં પડી ગયું હતું. થોઈસથી લગભગ 25 કિમી દૂર સવારે 9 વાગ્યે આ અકસ્માત થયો હતો. બસ લગભગ 50-60 ફૂટ ઊંડાઈમાં પડી હતી.

સુબેદાર શિંદે વિજય રાવ સર્જેરાવ, નાયબ સબ ગુરુદયાલ સાહુ, એમડી સૈજલ ટી, નાઈક સંદીપ પાલ, જાદવ પ્રશાંત શિવાજી અને રામાનુજ કુમાર, લાન્સ નાઈક બપ્પાદિત્ય ખુટિયા લદ્દાખના તુર્તુકમાં થયેલા અકસ્માતમાં શહીદ થયેલા ભારતીય સેનાના સાત જવાનોમાં સામેલ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અકસ્માત પર ટ્વીટ કરીને કહ્યું કે, હું લદ્દાખમાં બસ દુર્ઘટનાથી દુઃખી છું, જેમાં આપણે આપણા બહાદુર સૈનિકો ગુમાવ્યા છે. મારી સંવેદનાઓ શોકગ્રસ્ત પરિવારો સાથે છે. હું આશા રાખું છું કે જેઓ ઘાયલ થયા છે તેઓ જલ્દી સ્વસ્થ થઈ જાય. ઈજાગ્રસ્ત લોકોને શક્ય તમામ મદદ કરવામાં આવી રહી છે.

કેન્દ્રીય મંત્રી અને ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ વીકે સિંહે ટ્વીટ કર્યું કે, દુઃખદ સમાચાર એ છે કે લદ્દાખની શ્યોક નદીમાં 7 સૈનિકો શહીદ  થયા છે. આ દુઃખદ સમયમાં દેશ સૈનિકોના પરિવાર સાથે ઉભો છે.

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું કે, લદ્દાખમાં બસ દુર્ઘટનાને કારણે આપણા બહાદુર ભારતીય સેનાના જવાનોના જીવ ગુમાવવાનું ખૂબ જ દુઃખદ છે. આપણે આપણા દેશ માટે તેમની અનુકરણીય સેવાને ક્યારેય ભૂલીશું નહીં. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના અને ઘાયલો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના. મેં આર્મી ચીફ જનરલ મનોજ પાંડે સાથે વાત કરી છે, જેમણે મને પરિસ્થિતિ અને ઘાયલ સૈનિકોના જીવ બચાવવા માટે સેના દ્વારા ઉઠાવવામાં આવેલા પગલાંની જાણકારી આપી હતી. સેના ઘાયલ જવાનોને શક્ય તમામ મદદ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *