Ladies Finger Farming: ભીંડા ગરમ ઋતુનો પાક છે જે ખરીફ અને ઉનાળુ એમ બંને ઋતુમાં સરળતાથી ઉગાડી શકાય છે. પરંતુ વધુ વરસાદવાળા વિસ્તારમાં ખરીફ ઋતુ દરમિયાન ઉગાડવામાં આવતા શાકભાજી પાક પૈકી ભીડાં પ્રતિકૂળ હવામાન સામે ટક્કર ઝીલી શકે એવો પાક છે. ભીંડાની લીલી શિંગોમાં લોહ, આયોડિન અને વિટામીન એ-બી અને સી સારા પ્રમાણમાં રહેલા છે. ભીંડાની ખેતી(Ladies Finger Farming) કૃષિ વૈજ્ઞાનિકોના માર્ગદર્શન મુજબ કરવામાં આવે તો સારી ઉપજ રળી આપે છે. જે જમીનમાં ભીંડાનું વાવેતર કરવું હોય તેને પ્રથમ ઉંડી ખેતી સૂર્યતાપમાં તપવા દેવી ત્યારબાદ જમીન સમતલ કરવી.
આબોહવાઃ
ભીંડા એ ગરમ ઋતુનો પાક હોવાથી તેનુ વાવેતર ચોમાસા તેમજ ઉનાળા દરમ્યાન કરવામાં આવે છે.આ પાકને ગરમ ભેજવાળી આબોહવા વધુ માફક આવે છે. ૫રંતુ વધારે ૫ડતી ઠંડીમાં આ પાક થઇ શકતો નથી.
જમીનઃ
ભીંડાનો પાક સામાન્ય રીતે બધા જ પ્રકારની જમીનમાં લઇ શકાય તેમ છતાં નિતારવાળી ભરભરી ગોરાડુ, બેસર તથા મઘ્યમકાળી જમીન વધુ માફક આવે છે.વધારે ૫ડતી કાળી જમીનમાં ચોમાસા દરમ્યાન પાણી ભરાઇ રહેતું હોય તેવી જમીનમાં આ પાક લેવો હિતાવહ નથી. ૫રંતુ આવી જમીનમાં ઉનાળા દરમ્યાન આ પાક સારી રીતે લઇ શકાય છે.
વાવણી સમયઃ
ચોમાસામાં આ પાકની વાવણી જૂન-જુલાઇ માસમાં, જયારે ઉનાળામાં તેની વાવણી જાન્યુ-ફેબ્રુઆરી માસમાં કરવામાં આવે છે.
વાવણી ૫ઘ્ધતિ અને બીજ દરઃ
ભીંડાની વાવણી થાણીને અથવા ઓરીને કરવામાં આવે છે.ભીંડાની વાવણી ચોમાસુ પાક તરીકે 60×30 સે.મી.ના અંતરે કરવામાં આવે છે. અને ઉનાળુ ઋતુ માટે 45×30 સે.મી. કરવામાં આવે છે.બિયારણના દરનો આધાર વાવેતરઅંતર અને ૫ઘ્ધતિ ઉ૫ર રહેલો છે. સામાન્ય રીતે થાણીને 4-6 કિ.ગ્રા. તેમજ ઓરીને 8-10 કિ.ગ્રા. બિયારણની હેકટરે જરૂરિયાત રહેતી હોય છે.
ભીંડાની વીણીઃ
ભીંડાની વીણી અને ગ્રેડીંગ વિશે વાત કરીએ તો, વાવણી બાદ 50 થી 55 દિવસે ભીંડા ઉતારવાની શરૂઆત થાય છે. પ્રથમ વીણી કર્યા ૫છી ત્રણ થી ચાર દિવસના અંતરે લીલી કુમળી શીંગો નિયમિત રીતે ઉતારતા રહેવુ. મોડી વીણી કરવાથી શીંગોમાં રેસાનું પ્રમાણ વધે છે અને બજારભાવ ઓછા મળે છે. બે માસ સુધી વીણી ચાલુ રહેતા, અંદાજે 18 થી 20 વીણી મળે છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App