અમરેલીના SP ને ધમકી આપનાર લેડી ડોન સોનું ડાંગરની 3 દિવસની અંદર જ રાજસ્થાનથી ધરપકડ

તાજેતરમાં લેડી ડોન સોનું ડાંગરે અમરેલી એસ.પીને ધમકી આપતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેથી સોનુ ડાંગરની ધરપકડ રાજસ્થાનમાંથી કરવામાં આવી હોવાની વિગતો સામે આવી રહી છે. અમરેલી ક્રાઇમ બ્રાંચે સોનુ ડાંગરને રાજસ્થાનથી ઉઠાવી લીધી છે.

લેડી ડોન સોનુ ડાંગરને ક્રાઈમ બ્રાંચે રાજસ્થાન ખાતેથી ઝડપી પાડી છે. તમને જણાવી દઈએ કે આ મહિલા આરોપી સામે આના પહેલા પણ ઘણા એવા ગુનાઓ પોલીસ ચોપડે નોંધાયા છે જેમાં અપહરણ, હાફ મર્ડર અને ધાકધમકી આપી લોકોને બીવડાવી તેની પાસેથી પૈસા લેતી હતી. ત્યારે હાલમાં જ સોનુ તેના સાગરીતો સાથે અમદાવાદની હોટલમાં પાર્ટી કરતા દારુ સાથે ઝડપાઇ આવી હતી. પોલીસે પણ ત્યારે સોનુ અમદાવાદમાં શું કરી રહી છે અને કેમ આવી છે ની તપાસ કરવાની વાત કરી હતી.

વિવાદાસ્પદ અને કુખ્યાત લેડી ડોન સોનુ ડાંગર ફરી વિવાદોનાં વમળમાં ત્યારે ફસાઇ જ્યારે રાજકોટની કુખ્યાત લેડી ડોનનો ધમકી આપતો વીડિયો વાયરલ થયો. હવે લોકોને એમ થાય કે, સોનુ ડાંગરનો ઘમકી આપતો વીડિયો વાઇરલ થાય તેમા નવાઇ શી વાતની, પહેલા પણ અનેક વાર સોનુ અનેક લોકોને ઘમકાવી ચૂકી છે. પરંતુ આ વખતે સોનુએ હદ કરી નાખી હતીઅને ધમકી સુપ્રીટેન્ડન્ટ ઓફ પુલીસને જ આપી કાઢી હોય તેવો વીડિયો જોવામાં આવી રહ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *