એવા ઘણા કિસ્સા શાળામાંથી સામે આવતા હોય છે જેમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થીની વચ્ચે પ્રેમ સંબંધ હોય છે. પરંતુ હાલ એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં શાળાના શિક્ષક એક ચોકાવનારી બાબતે ચર્ચામાં છે. જાણવા મળ્યું છે કે, એક મહિલા શિક્ષિકા તેના 11માં ધોરણના વિદ્યાર્થી સાથે ભાગી ગઈ.
આ કિસ્સો હરિયાણાના પાણીપતમાંથી સામે આવ્યો છે. જેમાં એક મહિલા શિક્ષિકા ઘરે એકલી રહેતી હતી. તેને ત્યાં એક સગીર 11 માં ધોરણમાં ભણતો વિદ્યાર્થી ટ્યુશન કરવા આવતો હતો. આ દરમિયાન, મહિલાનું દિલ તે વિદ્યાર્થી પર અવી ગયું અને પછી મહિલા તેના નાના શિષ્ય સાથે ભાગી ગઈ હતી.
આ વિદ્યાર્થી ગુમ થયા બાદ તેના માતા-પિતાએ શિક્ષક વિરુદ્ધ અપહરણનો કેસ દાખલ કર્યો હતો. ત્યારબાદ પોલીસ દ્વારા બંનેની શોધખોળ શરુ કરવામાં આવી હતી. આ દરમિયાન શિક્ષિકા પકડાઇ ગઈ હતી. પાણીપત પોલીસે સાયબર સેલની મદદથી સગીર છોકરા સાથે મહિલા શિક્ષિકાને પકડી હતી. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે, સાથે જ મહિલા શિક્ષકની કાઉન્સલિંગ પણ કરવામાં આવશે.
જાણવા મળ્યું છે કે, આ મહિલા એક ખાનગી શાળામાં ભણાવે છે અન એઆ વિદ્યાર્થીના વર્ગની શિક્ષિકા છે. આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે વિદ્યાર્થીના પરિવારજનોએ પોલીસને જણાવ્યું કે, તેમનો પુત્ર 2મેના રોજ બપોરે બે વાગ્યે રાબેતા મુજબ શિક્ષકના ઘરે ગયો હતો, પરંતુ તે ઘરે પાછો આવ્યો ન હતો.
આ ઉપરાંત એવું પણ સામે આવ્યું છે કે, પાણીપતની દેશરાજ કોલોનીની એક ખાનગી શાળામાં ભણાતી આ શિક્ષિકાએ છૂટાછેડા લીધેલ છે અને તે તેના પિયરમાં રહેતી હતી. વિદ્યાર્થીના પિતાએ જિલ્લા પોલીસ મથકે આપેલા અહેવાલમાં જણાવ્યું હતું કે, તેનો દીકરો હંમેશની જેમ ટ્યુશન ગયો હતો પરંતુ પાછો આવ્યો નહોતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.