સરકારી શાળાના શિક્ષકની ઐયાશી! વિદ્યાર્થી પાસે મસાજ કરાવતી મહિલા શિક્ષિકાનો વિડીયો થયો વાયરલ

હરદોઈ(Hardoi) જિલ્લાની એક સરકારી શાળા(Government School)માં ભણાવતા શિક્ષકનો વર્ગખંડની અંદર બાળકો દ્રારા સેવા કરવતો વીડિયો વાયરલ(Video viral) થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં દેખાતી શિક્ષિકા ઉર્મિલા…

હરદોઈ(Hardoi) જિલ્લાની એક સરકારી શાળા(Government School)માં ભણાવતા શિક્ષકનો વર્ગખંડની અંદર બાળકો દ્રારા સેવા કરવતો વીડિયો વાયરલ(Video viral) થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં દેખાતી શિક્ષિકા ઉર્મિલા સિંહ સ્કૂલમાં આસિસ્ટન્ટ ટીચર(Assistant Teacher) તરીકે પોતાની ફરજ બજાવે છે. બ્લોક 52ની પ્રાથમિક શાળા પોખરી(Pokhari)માં એક શિક્ષિકા બાળક પાસે પોતાના હાથ મસાજ કરાવી રહી હતી, આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ BSAએ શિક્ષકને સસ્પેન્ડ(suspend) કરી દેવામાં આવ્યા હતા. શિક્ષક પર ભૂતકાળમાં પણ બાળકો સાથે ગેરવર્તન કરવાનો પણ આરોપ સામે આવ્યો છે.

મામલો શિક્ષણ અધિકારી સુધી પહોંચ્યો હતો:
આ વીડિયો હમણાંનો જ છે. અને આ મામલામાં શિક્ષકની ફરિયાદ 14 જુલાઈના રોજ શાળાના પ્રિન્સિપાલ સુધી પહોંચી હતી, ત્યારબાદ તેણે શિક્ષકની ખરાબ વર્તણૂક અને અનિયમિતતા ના કારણે શિક્ષકની ફરિયાદ BEOને કરી હતી. તે જ સમયે, વીડિયો વાયરલ થયા પછી, બીઇઓએ તરત જ મેડમને સસ્પેન્ડ કરવાની ભલામણ કરી.

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે પોખરીની પ્રાથમિક શાળામાં એક સહાયક શિક્ષિકા ઉર્મિલા સિંહ એક બાળક પાસે મસાજ કરાવતી જોવા મળી રહી છે. આ મહિનાની શરૂઆતમાં, તેણી બે વખત શાળા નિરીક્ષણ દરમિયાન ગેરહાજર જોવા મળી હતી. રિપોર્ટ અનુસાર તે 13 જુલાઈના રોજ ગેરહાજર હતી. આ મસાજ કરાવવાની ફરિયાદ પર, 15 જુલાઈએ ફરીથી તપાસ કરવામાં આવી ત્યારે પણ તે શાળામાં આવી નહોતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *