આ માસુમને કોણ સમજાવે કે, તેના પિતા હવે ક્યારેય પાછા નહિ આવે! લઠ્ઠાકાંડમાં બાળકે પિતાની છત્રછાયા ગુમાવી

હાલમાં લઠ્ઠાકાંડ(Lattakand) ખુબ જ ચર્ચાનો વિષય બની ગયો છે. આ લઠ્ઠાકાંડમાં કેટલાય લોકો મૃત્યુ પામ્યા છે. એવામાં માહિતી મળી આવી છે કે, રોજિદ ગામમાં મૃત્યુઆંક વધીને 12એ પહોંચ્યો છે. ત્યારે ગામમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જેમાં એક 3 વર્ષના બાળકે ઝેરી દારુ (poisonous liquor)ના કારણે પોતાના પિતા ગુમાવ્યા છે. હવે તે બાળક પોતાના વિધવા બા સાથે રહેશે. બાળકને ખ્યાલ પણ નથી કે તેના સાથે શું થઈ રહ્યું છે. તે તો બિચારું પપ્પાનો ફોટો લઈને રાહ જોઈ રહ્યુ છે કે હમણાં મારા પપ્પા આવશે ને મને મીઠો માવો ખવડાવશે.

3 વર્ષીય કેવલ નામના આ બાળકને ખબર નથી કે તેના પિતાનું અવસાન થયું છે. બાળક સવારે ઉઠ્યો ત્યારથી એના પપ્પા પાસે જવું છું, પપ્પા પાસે જવું છું એવું કહીને ઘરમાં રમી રહ્યો છે. આ અંગે બાળકે એની કાલી ઘેલી ભાષામાં જણાવ્યું કે, મારા પપ્પા મારા માટે મીઠો માવો લાવતા. મારા પપ્પા મને રમવા લઈ જતા. ફરવા લઈ જતા. તે પપ્પાની રાહ જોઈ રહ્યો છે અને કહીં રહ્યો છે કે મારા પપ્પા બહાર ગયા છે આવતા જ હશે.

બાળકને ઉછેરવું કેમનું તે જ સૌથી મોટો પ્રશ્ન:
હાલ આ 3 વર્ષીય બાળકને 65 વર્ષના વસંતબેન રાખી રહ્યા છે. મળતી માહિતી અનુસાર, વસંતબેનના બે દીકરા છે. જેમાંથી એક દીકરા દિનેશભાઈનું મોત થયું છે અને બીજો દીકરો તેમના પરિવારથી અલગ રહે છે. વસંતબેનના પતિનું પણ થોડાક વર્ષો અગાઉ નિધન થયું છે. તેઓ વિધવા છે.

પરિવારજનો દ્વારા સહાયની માગ:
ઘરમાં આવકનો કોઈ સ્ત્રોત નથી હવે એવામાં આ નોંધારું બાળક કેવી રીતે મોટું થશે એની ચિંતા વસંતબેનને સતાવી રહી છે. હાલ તો કુટુંબીઓ દ્વારા બાળકનું ભરણપોષણ કરવામાં આવી રહ્યું છે પણ વસંતબેન જે બાળકના બા છે એમની સરકાર પાસે માંગ છે કે આ બાળક મોટું થાય એનું સારી રીતે ઘડતર થાય એ માટે સરકાર દ્વારા સહાય કરવામાં આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *