ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)ના લખીમપૂર ખીરી કાંડ(Lakhimpur Khiri)માં સૌથી મોટો વળાંક આવ્યો છે, SIT ની તપાસમાં સામે આવ્યું છે કે, ખેડૂતોને ગાડીથી કચડી નાંખવાની આખી ઘટના સમજી વિચારીને કરવામાં આવેલ એક ષડ્યંત્ર હતું, SIT એ તમામ આરોપીઓ પર હત્યાની કલમો લગાવી દીધી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આરોપીઓમાં કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીનાં દીકરાનું પણ નામ છે, આશિષ મિશ્રા સહિત 14 લોકો પર આ ઘટના અંગે હત્યાનો કેસ ચાલશે અને આજે જ તમામ આરોપીઓને કોર્ટમાં પણ રજૂ કરવામાં આવશે.
લખીમપુર ઘટના અંગે ચાલી રહેલી SIT તપાસમાં ખુલાસો થયો છે કે હત્યા જાણી જોઈને કરવામાં આવી હતી. તમામ આરોપીઓ પર ઇરાદાપૂર્વક આયોજન કરીને ગુનો આચરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. મુખ્ય આરોપી આશિષ મિશ્રા સહિત 14 લોકો પર તપાસ બાદ કલમો બદલવામાં આવી છે.
હવે IPCની કલમ 279, 338, 304A દૂર કરવામાં આવી છે અને કલમ 307, 326, 302, 34,120 B, 147, 148,149, 3/25/30 લાગુ કરવામાં આવી છે. તે જ સમયે, મુખ્ય આરોપી આશિષ મિશ્રા સહિત તમામ 13 ધરપકડ કરાયેલા આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવી શકે છે.
અગાઉ, લખીમપુર ખેરી હિંસા કેસમાં ગયા મહિને જિલ્લા અને સત્ર ન્યાયાધીશે મુખ્ય આરોપી, કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ‘ટેની’ના પુત્ર આશિષ મિશ્રા ઉર્ફે મોનુ સહિત ત્રણ આરોપીઓની જામીન અરજીઓ ફગાવી દીધી હતી. લખીમપુર ખેરી જિલ્લાના ટિકુનિયા વિસ્તારમાં 3 ઓક્ટોબરે થયેલી હિંસામાં ચાર ખેડૂતો સહિત આઠ લોકો માર્યા ગયા હતા.
હિંસામાં ચાર ખેડૂતો, એક સ્થાનિક પત્રકાર, બે બીજેપી કાર્યકર્તા અને એક ડ્રાઈવર માર્યા ગયા હતા. હિંસાની તપાસ માટે રચવામાં આવેલી વિશેષ તપાસ ટીમ (SIT) એ આ કેસમાં અન્ય 12 આરોપીઓની ઓળખ કરી અને ધરપકડ કરી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.