લે આલે! શરુ ગાડીએ ઓલા સ્કૂટરના થઇ ગયા બે ટુકડા

ઓલા સ્કૂટર (Ola Scooter) ફરી એકવાર ચર્ચામાં આવી છે. આ વખતે એક યુઝરે આ ઈલેક્ટ્રિક સ્કૂટર (Electric scooter) ના બે ટુકડા કરી દેવાની ફરિયાદ કરી…

ઓલા સ્કૂટર (Ola Scooter) ફરી એકવાર ચર્ચામાં આવી છે. આ વખતે એક યુઝરે આ ઈલેક્ટ્રિક સ્કૂટર (Electric scooter) ના બે ટુકડા કરી દેવાની ફરિયાદ કરી છે. જે બાદ ટ્વિટર (Twitter) પર આવી અનેક ફરિયાદો ઉભરાઈ હતી. આ પહેલા પુણે (Pune) માં ઓલા ઈલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગતો વીડિયો વાયરલ થયો હતો, જેના પર સરકારે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. તે જ સમયે, સોશિયલ મીડિયા પર લોકો લાંબા સમયથી ઓલાના સોફ્ટવેર તેમજ સ્પીડ, રિવર્સ મોડ અને અન્ય સુવિધાઓની સમસ્યા વિશે ફરિયાદ કરી રહ્યા છે.

ટ્વિટર પર શ્રીનાધ મેનન નામના યુઝરે ઓલા સ્કૂટરના બે ટુકડા થવાની ફરિયાદ કરી હતી. તેણે પોતાના ટ્વીટમાં ઓલા ઈલેક્ટ્રીક અને કંપનીના ફાઉન્ડર ભાવિશ અગ્રવાલને પણ ટેગ કર્યા છે. આ પોસ્ટમાં, કાળા રંગના ઓલા સ્કૂટરનું આગળનું વ્હીલ તૂટતું જોઈ શકાય છે. યુઝરે પોતાની પોસ્ટ સાથે લખ્યું છે….. ઓછી સ્પીડમાં ગાડી ચલાવવા છતાં આ સ્કૂટરનો આગળનો ભાગ તૂટી ગયો. હવે અમે આ ગંભીર અને ખતરનાક પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છીએ. અમે આ સ્કૂટરને રિપ્લેસમેન્ટ ઈચ્છીએ છીએ. તેની ડિઝાઈનમાં પણ ફેરફાર કરવા માંગીએ છીએ જેથી કરીને નબળા મટિરિયલના કારણે થતા માર્ગ અકસ્માતમાં આપણો જીવ બચાવી શકાય.

મેનનની પોસ્ટ પછી, સોશિયલ મીડિયા પર ઓલા સ્કૂટર તૂટી જવાની ફરિયાદોથી ભરાઈ ગયું હતું. એક પછી એક યુઝર્સે કંપનીના સ્કૂટરની ક્વોલિટી વિશે પોસ્ટ કરવાનું શરૂ કર્યું અને સ્કૂટરના બે ટુકડા થઈ ગયાની ફરિયાદ પણ શરૂ કરી.

25 કિમી પ્રતિ કલાકની ઝડપે ચાલી રહેલા ઓલા સ્કૂટરના બે ટુકડા થઈ ગયા
અન્ય એક યુઝરે પોસ્ટ કર્યું કે તેનું ઓલા સ્કૂટર માત્ર 25 કિમી પ્રતિ કલાકની ઝડપે ચાલી રહ્યું હતું. અત્યારે અચાનક દિવાલ સાથે અથડાઈને તૂટી ગયું હતું. બીજીબાજુ સપાટ રોડ પર ચાલતા અન્ય ચાલક સાથે પણ આવી જ ઘટના બની હતી. આવી જ કેટલીક વધુ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી છે. તેમજ અનેક લોકોએ આ અંગે ચિંતા વ્યક્ત કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *