હવામાન વિભાગની આગાહી સાચી ઠરી: ગુજરાતના આ વિસ્તારમાં કરા સાથે કમોસમી વરસાદી ઝાપટું પડ્યું 

હવામાન ખાતાએ એવી માહિતી આપી હતી કે, છેલ્લા થોડા દિવસોથી ગુજરાતના મોટાભાગમાં હવામાન ઉપરતળે થઇ રહ્યું છે. ઉનાળાની ગરમી અને ઉકળાટ વચ્ચે ઘણા વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા, મેઘગર્જના, તોફાની પવન સાથે વરસાદી માહોલ સર્જાઇ રહ્યો છે.

હવામાન ખાતાનાં સિનિયર વિજ્ઞાની શુભાંગી ભૂતેએ એવી માહિતી આપી હતી કે, હાલ મરાઠવાડા અને તેની નજીકના આકાશમાં 1.5 કિલોમીટરના અંતરે સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. આ સાથે મરાઠવાડાથી કર્ણાટક, તેલંગણા અને રાયલસીમા થઇને તામિલનાડુ અને ગુજરાતના સમુદ્રકાંઠા ઉપર આકાશમાં 0.9 કિલોમીટરના અંતરે હવાના હળવા દબાણનો વિશાળ પટ્ટો પણ સર્જાયો છે.

આ ઉપરાંત પશ્ચિમ કચ્છના છેવાડાના લખપત તાલુકામાં ગઈ કાલે બપોરે ગાજવીજ સાથે વરસાદી ઝાપડું પડ્યું હતું. લખપતના મેઘપર ગામે ઝાપટા સાથે કરાનો વરસાદ પણ પડ્યો હતો. લોકોએ કરાને હાથેથી વીણીને ફોટો પડાવી આનંદ પણ વ્યક્ત કરાયો હતો.

આ ઉપરાંત જાણવા મળ્યું છે કે, ખેડૂત વર્ગે ઉભા પાકને લઈ મેઘરાજાને સંયમ રાખવા પ્રાર્થના કરી હતી. વરસાદના પગલે ગામની શેરીઓમાં પાણી વહી નીકળ્યા હોવાનું દયાપરના ભરતભાઈ ત્રિપાઠીએ જણાવ્યું હતું. ગઈ કાલે અબડાસા તાલુકામાં પણ કરા સાથેનો વરસાદ પડ્યો હતો.

જ્યારે આજે તેના પાડોશી તાલુકા લખપતમાં મેઘ સવારીએ હાજરી પુરાવી છે. એક સપ્તાહ અગાઉ પૂર્વ કચ્છના વાગડ વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો હતો. જાણવા મળ્યું છે કે, છાડવારા ગામે વડનું ઝાડ તૂટી પડતા બે લોકોના જીવ ગયા હતા. તેના બાદ બીજા દિવસે ભૂજ, અંજાર, નખત્રાણા સહિતના વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *