મંદિરના ઓટલા પાસે જ યુવાને લીધા અંતિમશ્વાસ- સમગ્ર કહાની જાણી રડી પડશો

હાલમાં એક એવી હ્રદયસ્પર્શી ઘટના સામે આવી છે જેમાં ગાંધીનગરના અડાલજ હાઇવે રોડ પર અજાણ્યો યુવાક ગરમી અને ભૂખના કારણે મંદિરના ઓટલા પાસે બેઠાં બેઠાં…

હાલમાં એક એવી હ્રદયસ્પર્શી ઘટના સામે આવી છે જેમાં ગાંધીનગરના અડાલજ હાઇવે રોડ પર અજાણ્યો યુવાક ગરમી અને ભૂખના કારણે મંદિરના ઓટલા પાસે બેઠાં બેઠાં જ મોતના મુખમાં ધકેલાઈ ગયો હતો. આ અંગે પોલીસ દ્વારા આ ભિક્ષુક જેવા દેખાતા યુવાનનું પોસ્ટમોર્ટમ કરાવી અકસ્માતે મોતનો ગુનો નોંધી તેના વાલી વારસાની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

જાણવા મળ્યું છે કે, ગાંધીનગરના અડાલજ હાઇવે રોડ નજીક આવેલા ચહેર માતાના મંદિર પાસે ગઈકાલે બપોરના સમયે કોઈ યુવાન મંદિરના ઓટલા પાસે આવીને બેઠો હતો. ઉનાળાની કાળઝાળ ગરમીના કારણે ભિક્ષુક જેવો દેખાતો યુવાન મંદિર પાસે આવીને છાંયડામાં બેસી ગયો હતો. આ દરમિયાન થોડીવાર પછી તે અચાનક જ બેઠા બેઠાં ઢળી પડ્યો હતો.

બનાવની જાણ થતાં અડાલજ પોલીસ મથકના જમાદાર ધવલભાઈ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા. કોરોના કાળ ચાલતો હોવાના પગલે સાવચેતીના ભાગરૂપે પોલીસ દ્વારા હાથના ગ્લોવઝ પહેરીને તેને ઉઠાડવાની કોશિશ કરવામાં આવી હતી. ત્યારબાદ અકસ્માતે મોતનો ગુનો નોંધી તેની લાશનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું.

આ અંગે જમાદાર ધવલભાઈએ જણાવ્યું હતું કે, આશરે 40થી 45 વર્ષીય ભિક્ષુક જેવા દેખાતાં યુવાનનું પોસ્ટમોર્ટમ કરી તેની લાશને સાત દિવસ સુધી કોલ્ડ રૂમમાં રાખવામા આવશે. પ્રાથમિક દ્રષ્ટિએ ભૂખ અને અસહય ગરમીના કારણે તેનું શરીર ડીહાઇડ્રેટ થઈ ગયું હોવાથી હાર્ટ એટક આવ્યો હોવાનું લાગી રહ્યું છે.

હાલમાં અજાણ્યા ભિક્ષુક જેવા દેખાતાં યુવાનના વાલી વારસાને શોધવા માટે આસપાસના વિસ્તારમાં પૂછતાછ શરૂ કરવામાં આવી છે. જાણવા મળ્યું છે કે, મૃતક યુવાને બ્લેક એન્ડ વ્હાઇટ આખી બાયની ટીશર્ટ તેમજ ગ્રે કલરનું ટ્રાઉઝર પહેરેલ છે. મૃતકના વાલી વારસા વિશે કોઈને જાણકારી મળે તો અડાલજ પોલીસ મથકે જાણ કરવા અપીલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *