કોંગ્રેસ ધારાસભ્યનો ભાજપ પ્રેમ! લલિત વસોયાએ કહ્યું, AAP કરતા ભાજપને વોટ આપજો- જુઓ વિડીયો

ગુજરાત(Gujarat): સૌરાષ્ટ્ર(Saurashtra)માં કોંગ્રેસ(Congress) પાર્ટી પણ સક્રિય થઇ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. કોંગ્રેસની પરિવર્તન યાત્રા આખા સૌરાષ્ટ્રમાં ચાલી રહી છે. ત્યારે જો ગઈકાલની વાત…

ગુજરાત(Gujarat): સૌરાષ્ટ્ર(Saurashtra)માં કોંગ્રેસ(Congress) પાર્ટી પણ સક્રિય થઇ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. કોંગ્રેસની પરિવર્તન યાત્રા આખા સૌરાષ્ટ્રમાં ચાલી રહી છે. ત્યારે જો ગઈકાલની વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લા એન ધોરાજીમાં કોંગ્રેસની પરિવર્તન યાત્રા આવી પહોંચી હતી. ધોરાજી(Dhoraji)માં રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ(Shaktisinh Gohil)ની હાજરીમાં ધોરાજીના લેઉવા પટેલ સમાજ ખાતે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભા દરમિયાન ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા(Lalit Vasoya)નો ભાજપ(BJP) પ્રેમ દેખાઈ આવ્યો હતો. ધારાસભ્ય લલિત વસોયાએ મંચ પરથી ભાજપને મત આપવા માટે કહ્યું હતું.

 

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

મહત્વનું છે કે, સતત ભાજપના નેતાઓ સાથે ચર્ચામાં રહેતા લલિત વસોયાનો ભાજપ પ્રત્યેનો પ્રેમ જોવા મળ્યો હતો. જાહેર મંચ પરથી લલિત વસોયાના આ નિવેદનથી કોંગ્રેસમાં હલચલ તેજ થઈ ગઈ છે. અને સાથે અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે. ધારાસભ્ય લલિત વસોયાએ આમ આદમી પાર્ટીને મત નહિ આપવાને બદલે ભાજપને મતદાન કરવા માટે હાકલ કરી હતી.

લલિત વસોયાએ મંચ પરથી જણાવતા કહ્યુ હતું કે, તમને કોઈ આમ આદમી પાર્ટીની વાત કરે તો હું કહુ છું કે, તમે આમ આદમી પાર્ટીને મત આપવા કરતા ભારતીય જનતા પાર્ટીને મત આપજો. આ આપની વાત કરુ તો રામાયમણમાં એક પ્રસંગ છે. રાવણને સીતા માતાનું અપહરણ કરવુ હતું અને લક્ષ્ણજી રેખા ખેંચીને ગયા હતા. રાવણમાં તાકત ન હતી કે તે સીતા માતાનું અપહરણ કરી શકે. તેથી રાવણે બ્રાહ્મણનો વેશ લીધો. ત્યારે આ પરથી લલિત વસોયાએ કહ્યું કે, ભાજપ તમને પહોંચે એમ નથી, તેથી આમ આદમી પાર્ટી બ્રાહ્મણના કપડા પહેરી, ગરીબોની વાત કરી, 300 વીજળી મફતની ગેરેન્ટી લઈને તમારી વચ્ચે આવી છે. તેથી કોઈએ તેની વાતોમાં આવીને ભરમાવાની જરૂર નથી. આ પાર્ટી માત્ર કોંગ્રેસના વોટ તોડવા આવી છે.

તેમણે વધુમાં કહ્યુ હતું કે, 2017 માં ચૂંટણીમાં ધોરાજીમાં ઈતિહાસ સર્જાયો હતો અને ઔતિહાસિક લીડથી અમે જીત્યા હતા. ચૂંટણીમાં તાકાત લગાવીને અમે લડાઈ કરી હતી. આમારા દ્વારા ચૂંટણી વખતે વચનો આપવામાં આવ્યા હતા તે પૂરા કર્યાં હતા. ભાજપની તાકાત નથી કે ધોરાજીમાં કોંગ્રેસને હરાવી શકે. તેથી ભાજપ તેની બી ટીમને લઈને ચૂંટણી લડવા માટે આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *