મોટાભાગનાં લોકો ફિલ્મનાં શોખીન હશે. તમે કદાચ નાયક ફિલ્મ તો જોઈ જ હશે. જેમાં અનિલ કપૂર તથા અમરીશ પુરી મુખ્ય ભૂમિકા ભજવતા જોવા મળ્યા હતા. જેમાં અનિલ કપૂરને એક દિવસના CM બનાવવામાં આવે છે. હાલમાં પણ થોડા સમય અગાઉ આવી જ એક ઘટના ઉત્તરાખંડમાં બની હતી કે, જેમાં સૃષ્ટિ ગોસ્વામી નામની છોકરીને એક દિવસ માટે મુખ્યમંત્રી બનાવવામાં આવી હતી.
આવા સમયમાં ઉત્તરાખંડ બાદ હવે ગુજરાતમાં પણ એક વ્યક્તિને એક દિવસના મુખ્યમંત્રી બનવાનો અભરખો લાગ્યો છે. અમદાવાદમાં આવેલ ધોલેરાના વતની લાલજીભાઈની ઈચ્છા એક દિવસ માટે ગુજરાતના CM બનવાની છે. જેની માટે લાલજીભાઈએ રાજ્યના DYCM નીતિન પટેલને કોલ કરીને પોતાની એક દિવસના CM બનવાની ઈચ્છા વ્યક્ત કરવામાં આવી હતી.
હાલમાં સોશિયલ મીડિયા પર એક ઓડિયો કલીપ ખુબ વાયરલ થઈ રહી છે કે, જેમાં ધોલેરાના લાલજીભાઈ તથા હાલના ડેપ્યૂટી DYCM નીતિન પટેલની વચ્ચે થયેલ વાતચીત સંભળાઈ રહી છે. આની સાથે જ લોકો તેને ખુબ શેયર કરી રહ્યા છે. આ ઓડિયો કલીપ તમે લેખના અંતમાં સાંભળી શકશો.
આપને જણાવી દઈએ કે, CM બનવાની ઈચ્છા ધરાવનાર લાલજીભાઈના મુદ્દે રમૂજ સર્જાઈ છે. લોકો તેને રમૂજના અંદાજમાં લઇ રહ્યા છે. કોલ પર વાતચીત કરતી વખતે સૌપ્રથમ લાલજીભાઈ પોતાનો પરિચય આપે છે. તેઓ જણાવે છે કે, નમસ્કાર સાહેબ! લાલજી બોલું છું ધોલેરા તાલુકાના હેબતપુર ગામથી.
તેઓ આગળ જણાવે છે કે, જે રીતે ઉત્તરખંડમાં સૃષ્ટિ ગોસ્વામીને એક દિવસ માટે CM બનાવવામાં આવ્યા એ જ રીતે મારે ગુજરાતમાં એક દિવસ માટે મુખ્યમંત્રી બનવું છે. આવું સાંભળી નીતિન પટેલ હસી પડે છે તેમજ જણાવે છે કે, બનો કોઈ વાત નથી.
લાલજીભાઈ આગળ જણાવે છે કે, આમાં મુખ્યમંત્રી સાહેબની પરવાનગી જોઈએ. જો રૂપાણી સાહેબ કહે કે, લાલજીભાઈને એક દિવસ માટે મુખ્યમંત્રી બનાવો તો સર…. આવું સાંભળી નીતિન પટેલ ખડખડાટ હસી પડે છે તેમજ સારું… સારું… એમ કહે છે.
ત્યારબાદ લાલજીભાઈ જણાવે છે કે, આપણે નાયક જેવું કાર્ય કરીશું. આવાં પ્રકારની વાતચીત વાળા એક ઓડિયોએ લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે તેમજ લોકો તેને સાંભળીને ખુબ હસી રહ્યા છે. તમે પણ નીચે આપવામાં આવેલ ઓડિયો સાંભળીને તેનો આનંદ લો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle