લાલુ યાદવને કોર્ટે આપ્યો મોટો ઝટકો- પાંચમા કેસમાં પણ દોષિત- 21 ફેબ્રુઆરીએ થશે…

ચારા કૌભાંડના સૌથી મોટા મામલામાં આરજેડી પ્રમુખ(RJD President) અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ યાદવ(Lalu Yadav)ને વિશેષ સીબીઆઈ કોર્ટ(CBI court) માંથી મોટો ઝટકો લાગ્યો છે. સ્પેશિયલ…

ચારા કૌભાંડના સૌથી મોટા મામલામાં આરજેડી પ્રમુખ(RJD President) અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ યાદવ(Lalu Yadav)ને વિશેષ સીબીઆઈ કોર્ટ(CBI court) માંથી મોટો ઝટકો લાગ્યો છે. સ્પેશિયલ CBI કોર્ટે લાલુ યાદવને ચારા કૌભાંડ કેસમાં દોરાંડા તિજોરીમાંથી ગેરકાયદેસર(Illegal) રીતે 139 કરોડ ઉપાડવાના કેસમાં દોષિત ઠેરવ્યા છે. કોર્ટે આ કેસમાં લાલુ પ્રસાદ સહિત 75 લોકોને દોષિત ઠેરવ્યા છે. જ્યારે આ કેસમાં 24 લોકોને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. જયારે સજાની જાહેરાત થવાની બાકી છે. કોર્ટ 21 ફેબ્રુઆરીએ સજાની જાહેરાત કરશે. જો ત્રણ વર્ષથી ઓછી સજા થશે તો અહીંથી લાલુને જામીન મળી જશે.

નિર્દોષ છુટેલા આરોપીઓમાં રાજેન્દ્ર પાંડે, સાકેત, દીનાનાથ સહાય, રામસેવક સાહુ, એનુલ હક, સનાઉલ હક, મો એકરામ, મો હુસૈન, શિરો નિશા, કલસમણી કશ્યપ, બલદેવ સાહુ, રણજીત સિંહા, અનિલ કુમાર સિંહા (સપ્લાયર), નિર્મલા પ્રસાદ, કુમારીનો સમાવેશ થાય છે. અનિતા પ્રસાદ, રામાવતાર શર્મા, શ્રીમતી ચંચલા સિંહ, રમાશંકર સિંહા, બસંત, સુલિન શ્રીવાસ્તવ, હરીશ ખન્ના, મધુ, ડો.કામેશ્વર પ્રસાદનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે તેમને ચારા કૌભાંડના પાંચમા કેસમાં પણ દોષિત ઠેરવવામાં આવ્યા છે. આ પહેલા ચાર કેસમાં લાલુને દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને સજા થઈ હતી. હાલ તે જામીન પર બહાર છે.

નોંધનીય છે કે ઘાસચારા કૌભાંડના પાંચ કેસમાંથી આ કેસ સૌથી મોટો છે. રાંચી જિલ્લાના ડોરાન્ડા ટ્રેઝરીમાંથી 139.35 કરોડની ઉચાપત કરવામાં આવી હતી. આ કેસમાં શરૂઆતમાં 170 આરોપી બનાવવામાં આવ્યા હતા. જેમાં અત્યાર સુધીમાં 55 લોકોના મોત થયા છે. જ્યારે 6 આરોપીઓ ફરાર છે. ચારા કૌભાંડના 4 કેસમાં દોષિત જાહેર થયા બાદ લાલુ પહેલેથી જ દોષિત છે. તબિયત નાદુરસ્ત હોવાના કારણે તે હાલ જામીન પર જેલની બહાર છે. તેને 4 કેસમાં કુલ 27 વર્ષની સજા થઈ છે.

સુનાવણી દરમિયાન એડવોકેટ પ્રભાત કુમારે કહ્યું કે, લાલુ યાદવ 75 વર્ષના છે અને વરિષ્ઠ નાગરિક બની ગયા છે. સાથે જ તેમની તબિયત પણ ઘણી ખરાબ છે. તેને કિડનીની સમસ્યા છે. તેમની દિલ્હી AIIMSમાં સારવાર ચાલી રહી છે. તેથી તેમને જામીન આપવામાં આવે. કોર્ટ હવે 21 ફેબ્રુઆરીએ સજાની જાહેરાત કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *