વધુ એક મુસ્લિમ દેશ (Muslim country) માં હિન્દુ મંદિર (Hindu Temple) માટે ત્યાની સરકારે જમીન એનાયત કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) ટ્વિટ દ્વારા માહિતી આપી હતી કે, ‘HRH પ્રિન્સ સલમાન બિન હમદ અલ ખલીફા, ક્રાઉન પ્રિન્સ અને બહેરીનના પ્રધાનમંત્રી સાથે વાતચીત થઈ છે. સ્વામિનારાયણ મંદિર માટે જમીન ફાળવણી અંગે તાજેતરના નિર્ણય લેવા બદલ આભાર.’ PM નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી ને આભાર વ્યક્ત કર્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને આ વાતચીતની માહિતી આપી હતી. તેણે ટ્વિટર પર લખ્યું, ‘ક્રાઉન પ્રિન્સ અને બહેરીનના વડા પ્રધાન એચઆરએચ પ્રિન્સ સલમાન બિન હમાદ અલ ખલીફા સાથે ઉષ્માભરી વાતચીત કરી. સ્વામિનારાયણ મંદિર માટે જમીનની ફાળવણી અંગેના તાજેતરના નિર્ણય સહિત ભારતીય સમુદાયની જરૂરિયાતો તરફ રાષ્ટ્રના ધ્યાન માટે તેમનો આભાર માન્યો હતો.
દુબઇના અબુધાબીમાં નિર્માણ પામી રહ્યું છે ભવ્ય હિંદુ મંદિર
વધુ એક મુસ્લિમ દેશમાં હિંદુ ધર્મનો ભગવો લહેરાશે, ત્યારે દરેક ભારતીયો માટે ગર્વની વાત છે. આ પહેલા પણ દુબઇના અબુધાબીમાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાને 55,000 ચોરસ મીટર જમીન ફાળવવામાં આવી હતી. હાલ મંદિરનું કામ દિવસ-રાત ચાલી રહ્યું છે. આ મુસ્લિમ દેશમાં પહેલું હિન્દુ પરંપરાગત મંદિર બીએપીએસ સ્વામિનારાયણ મંદિરનું થશે. આ મંદિર 888 કરોડના ખર્ચે નિર્માણ પામી રહ્યું છે. BAPS હિંદુ મંદિર અબુ ધાબી પ્રોજેક્ટના સભ્યો દાવો કરે છે કે આ મંદિરની ઉંમર લગભગ 1000 વર્ષ છે, એટલે કે, મંદિર એક હજાર વર્ષ સુધી મજબૂત રીતે ઊભું રહેશે.
હાલ જ્યારે વધુ એક મુસ્લિમ દેશ બહેરીનમાં સ્વામિનારાયણ મંદિર માટે સરકાર દ્વારા જમીન આપવામાં આવી છે. ત્યારે દરેક હિન્દુઓ માટે ખૂબ જ ગર્વની વાત કહેવાય. પીએમ મોદીએ ટ્વીટ કરીને ક્રાઉન પ્રિન્સનો આભાર માન્યો હતો. તમને જણાવી દઈએ કે આજથી 25 વર્ષ પહેલા આધારશીલા નિર્માણ પામી હતી. છેલ્લા કેટલાય વર્ષોથી બહેરીનમાં રહેતા દરેક ભારતીય માટે અવિસ્મરણીય પળ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.