સુરતમાં જમીન માપણી અધિકારી રાજપરા અને રેવન્યુ નાયબ મામલતદાર બોઘરાના સાગરીતો ACBની ઝપટે ચડ્યા

જમીન માપણી કરવા માટે 18 લાખની લાંચની માંગ જમીન માપણી અધિકારી રાજપરા અને રેવન્યુ નાયબ મામલતદાર જસ્મીન બોઘરા દ્વારા કરવામાં આવી હતી. જૈ પેકી અડધુ પેમેન્ટ આજે એટલે કે તારીખ ૨૫ ઓગષ્ટના રોજ આપવાનું નક્કી થયું હતું. ફરિયાદી પાસેથી આ પેમેન્ટ લેવા માટે બન્ને અધિકારીઓના સાગરીતો નાનપુરામાં જાહેર રોડ સામે જજીસ કોલોનીના બહાર આવેલ બસ સ્ટેન્ડની સામે લેવા આવ્યાં હતાં. નાયબ મામલતદાર સાથે ફરિયાદીએ ફોન પર વાત કરીને 9 લાખ રૂપિયા ચૂકવ્યાં હતાં. જો કે ACBએ ટ્રેપ ગોઠવી હોવાથી આરોપી ઝડપાઈ ગયા હતાં. હાલ ACBએ ચારેય સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

9 લાખ એડવાન્સમાં મંગાયા હતા…
ફરીયાદીની જમીનની માપણી કરવા માટે આ કામના આરોપી નં. (1) રિતેશ બાલુભાઇ રાજપરા હક્ક ચોકસી અધિકારી અને ઇન્ચાર્જ જીલ્લા નિરીક્ષક જમીન દફતર (ડી.આઇ.એલ.આર.), વર્ગ- ૨, બહુમાળી કેમ્પસ, નાનપુરા, સુરત રહે. સુરત અને આરોપી નં. (2) જસ્મીનભાઇ અરવિંદભાઇ બોઘરા, નાયબ મામલતદાર, વર્ગ- ૩, જનસેવા કેન્દ્ર, પુણા ,સુરતનાઓએ એકબીજાના મેળાપીપણામાં રૂપિયા 18 લાખની લાંચની માંગણી કરી હતી.જે પૈકી અડધુ પેમેન્ટ એડવાન્સમાં આપવા અને બાકીની રકમ કામ થઇ ગયા પછી આપવા ઉપરોક્ત બન્ને આરોપીઓએ જણાવ્યું હતું.

લાંચ લેતા અગાઉ મામલતદારે ફોનમાં વાત કરી
લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા નહોતા. જેથી સુરત શહેર ACB નો સંપર્ક કરી ફરીયાદ આપવામાં આવી હતી. જેના આધારે લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. છટકા દરમિયાન આરોપી નં.(2) જસ્મીનભાઇ અરવિંદભાઇ બોઘરા, નાયબ મામલતદારએ ફરીયાદી સાથે ફોન ઉપર વાતચીત કરી આ લાંચની રકમ આરોપી નં. (3) ડોલરભાઇ રવજીભાઇ ચકલાસીયા, (ખાનગી વ્યક્તિ) રહે. સુરતને આપવા જણાવેલ બાદ આરોપી નં. (2) જસ્મીનભાઇ અરવિંદભાઇ બોઘરા, નાયબ મામલતદારએ ફરીયાદીને ફોન કરી લાંચની રકમ આરોપી નં. (4)રાજેશકુમાર ભનુભાઇ શેલડીયા, (ખાનગી વ્યક્તિ) રહે. સુરતને આપવા જણાવ્યું હતું. લાંચની રકમ ફરીયાદી પાસેથી લેવા આરોપી નં.(3)ડોલરભાઇ રવજીભાઇ ચકલાસીયા અને (4) રાજેશકુમાર ભનુભાઇ શેલડીયાએ સાથે આવી આરોપી નં. (4)રાજેશકુમાર ભનુભાઇ શેલડીયાએ લાંચની રકમની માંગણી કરી સ્વિકારી હતી. તમામ આરોપીઓએ એકબીજાની મદદગીરી કરી ગુનો કર્યો હોય ACBએ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *