હાલ ગુજરાતમાં આગની ઘટના તો સામાન્ય વાત થઇ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. ભરૂચ જીલ્લાના દહેજ પંથકની સેઝ 2 માં આવેલ યશસ્વી રસાયણ કંપનીમાં બોઈલરમાં બ્લાસ્ટ થતા વિકરાળ અને ભયંકર આગ ફાટી નીકળતા આજુબાજુની ઘણી બીજી અન્ય કંપનીઓને ભારે નુકસાન પહોંચ્યું હતું. વિકરાળ આગ ઉપર કાબુ મેળવવા માટે તંત્ર પણ તાત્કાલિક દોડતું થઈ ગયું હતું. તરત ઘટના સ્થળે પહોચવા માટે રવાના થયું હતું.
ભરૂચ જીલ્લાના દહેજ પંથકની જીઆઈડીસી અને સેઝ માં આવેલી કંપનીઓમાં આગ લાગવાની અનેક ઘટનાઓ માં હજારો નિર્દોષ કામદારો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે આજરોજ દહેજના લખીગામ લુવારા પાસે આવેલી યશસ્વી રસાયણ કંપનીમાં અચાનક બોઇલરમાં બ્લાસ્ટ થવાની ઘટનાના પગલે આસપાસ ની અન્ય કંપનીઓમાં પણ નુકસાન થયું હોવાના અહેવાલો મળી આવ્યા છે.
આગ એટલી ભયંકર બની છે કે આગને કાબુમાં લેવા માટે પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. ત્યારે હજુ પણ આ કંપનીમાં કેટલા લોકો મૃત્યુ પામ્યા છે તે હજુ સુધી ચોક્કસ જાણી શકાયું નથી.પરંતુ કંપનીમાં 100 થી વધુ કર્મચારીઓ હોવાની માહિતી સાંપડી રહી છે.
આગના પગલે આસપાસના ગામોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવાની ફરજ પડી હોવાની સૂત્રો પાસે થી માહિતી સાંપડી છે.ત્યારે ઈજાગ્રસ્તોને ભરૂચ ની ખાનગી હોસ્પીટલ માં ખસેડવામાં આવી રહ્યા છે. ત્યારે હવે કંપનીમાં આગ ની ઘટના બાદ મૃત્યુ આંક કેટલો બહાર આવે છે તે જોવું રહ્યું.પરંતુ એક વાત ચોક્કસ છે આગ સમેટાયા બાદ મૃત્યુ આંક મોટો સામે આવે તો નવાઈ નહીં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news