સુરતની સ્મીમેર હોસ્પિટલમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો સાથે સુરતના અશ્વનીકુમાર ફુલપાડામા રહેતી ૪૦ વર્ષિય મહિલા ૧ એપ્રિલના સ્મીમેરમા કરોના ના લક્ષણ સાથે દાખલ થઇ હતી , જેનું મોત થયું છે. હજુ મહિલાનો રીપોર્ટ બાકી હોવા છંતા તેણીની અંતિમવિધિ કોરોનાની ગાઇડલાઇન મુજબ કરવામાં આવી છે. કોરોનાના રિપોર્ટ માટે સેમ્પલ લેવામાં આવ્યા છે. દરમિયાન પારૂલબેનનું મોત નિપજ્યું છે. હાલ કોરોનાનો રિપોર્ટ હાલ પેન્ડિંગ છે. મહિલાનું મોત થતા સુરત મ્યુ.કોર્પો. ના અધિકારી આશિષ નાયકના આદેશથી તમામ ક્રિયાઓ કરી અશ્વિનીકુમાર ખાતે અંતિમવિધિ કરી હતી.
સુરત અશ્વની કુમાર સ્મશાનમાં અંતિમ વિધિ કરાયા બાદ સ્માશન ભૂમિને પણ ફાયર અને મહાનગરપાલિકા દ્રારા સૅનેટાઇઝ કરાઈ છે. અત્યાર સુધી સુરત શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવનો આંક 12 પર પહોંચ્યો છે. જે પૈકી એકનું મોત થયું છે. જ્યારે બે રિકવર થતા રજા આપી દેવમાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news