છેલ્લા એક મહિનાથી આઈસીયુમાં દાખલ સ્વર કોકિલા લતા મંગેશકર (Lata Mangeshkar) નું લાંબી સારવાર બાદ નિધન થયું છે. મળતી માહિતી અનુસાર, 8 જાન્યુઆરી ના રોજ લતા મંગેશકરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. લતા મંગેશકરનું 92 વર્ષની વયે અવસાન થયું છે. તેમણે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલ(Breach Candy Hospital)માં અંતિમ શ્વાસ લીધા.
સ્વર કોકિલા લતા મંગેશકરનું 92 વર્ષની ઉમરે નિધન થયું છે. તે છેલ્લા 28 દિવસથી હોસ્પિટલમાં દાખલ હતી. થોડા દિવસો પહેલા તેમની તબિયતમાં સુધારો થયો હતો. પરંતુ શનિવારે ફરીથી તેમને વેન્ટિલેટર પર ખસેડવામાં આવ્યા હતા. તબીબોના જણાવ્યા અનુસાર, મલ્ટી ઓર્ગન ફેલ્યોર થવાને કારણે તેનું મોત થયું હતું.
લતા મંગેશકરની સારવાર કરી રહેલા ડૉ.પ્રિતિત સમદાનીએ(Dr. Preetit Samdani) સિંગરના સ્વાસ્થ્ય વિશે લેટેસ્ટ હેલ્થ અપડેટ આપતાં માહિતી આપી હતી. તેમણે કહ્યું કે હાલમાં લતા દીની તબિયતમાં કોઈ સુધારો નથી. અમારી ટીમ દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને તે હજુ પણ ICUમાં વેન્ટિલેટર પર ડોક્ટરોની દેખરેખ હેઠળ છે. આ પહેલા શનિવારે સાંજે તેણે કહ્યું હતું કે તેને આક્રમક ઉપચાર આપવામાં આવી રહ્યો છે.
It is with profound grief that we announce the sad demise of #LataMangeshkar at 8:12am. She has died because of multi-organ failure after more than 28 days of hospitalisation post #COVID19: Dr Pratit Samdani, who was treating her at Mumbai’s Breach Candy Hospital pic.twitter.com/ndqdJWpqb1
— ANI (@ANI) February 6, 2022
મંગેશકરની સારવાર બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ડૉ. પ્રતીક સમદાનીની દેખરેખ હેઠળ કરવામાં આવી રહી હતી. તેમણે કહ્યું કે, ‘અત્યંત દુખ સાથે જણાવવામાં આવે છે કે લતા મંગેશકરજીનું સવારે 8:12 વાગ્યે નિધન થયું છે. મલ્ટી ઓર્ગન ફેલ્યોર થવાને કારણે હોસ્પિટલમાં દાખલ થયાના 28 દિવસથી વધુ સમય પછી તેમનું અવસાન થયું.
તમને જણાવી દઈએ કે, લતા મંગેશકરને ગયા મહિને કોરોના થયો હતો. આ પછી તેને ICUમાં દાખલ કરવામાં આવ્યો હતો. જોકે તેનામાં કોરોનાના હળવા લક્ષણો હતા. પરંતુ બાદમાં તબિયત બગડવા લાગી. અગાઉ, પીઢ ગાયકને શ્વાસ લેવામાં તકલીફ થતાં નવેમ્બર 2019 માં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.