Lata Mangeshkar એ માત્ર 13 વર્ષની ઉંમરે કરિયરની કરી હતી શરૂઆત- જુઓ કેવું સંઘર્ષ ભર્યું રહ્યું જીવન

ગત 8 જાન્યુઆરીના રોજ 92 વર્ષીય લતા મંગેશકરનો(Lata Mangeshkar) કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને તેમને ન્યૂમોનિયા પણ થઈ ગયો હતો માટે તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. એકાદ સપ્તાહથી તેમની તબિયતમાં સુધારો જણાતાં વેન્ટિલેટર સપોર્ટ દૂર કરી દેવામાં આવ્યો હતો પરંતુ 05 ફેબ્રુઆરીના રોજ તેમની તબિયત ફરી ગંભીર થઈ જતાં વેન્ટિલેટર પર શિફ્ટ કરવામાં આવ્યા હતા. ત્યારે આજરોજ મંગેશકરનું 92 વર્ષની વયે અવસાન થયું છે. તેમણે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા.

ગાયક મહારાણી લતા મંગેશકરનું આજે 92 વર્ષની વયે નિધન થયું છે. હંમેશા એવું કહેવામાં આવે છે કે, દુનિયામાં તેમના જેવો કોઈ અવાજ નહોતો અને કોઈ હશે પણ નહીં. સ્વરની દ્રષ્ટિએ તે મહાનમાં મહાન હતા. નાનપણથી જ લતા દીદીને “સ્વર કોકિલા” નામથી બોલાવવામાં આવતા હતા. તેની સફર ઘણી રસપ્રદ રહી છે. તેમનો જન્મ 28 સપ્ટેમ્બર 1929ના રોજ તત્કાલીન ઈન્દોર રાજ્યમાં થયો હતો. તેમના પિતા દીનાનાથ મંગેશકર મરાઠી અને કોંકણી સંગીતકાર હતા. તેથી જ લતા દીદીનો જન્મ સંગીત સાથે થયો હતો.

દીનાનાથ મંગેશકરની બીજી પત્નીના સંતાન
લતા મંગેશકર દીનાનાથ મંગેશકરની બીજી પત્ની શેવંતીનાં સંતાન હતાં. દીનાનાથ મંગેશકરની પ્રથમ પત્નીનું નામ નર્મદા હતું પરંતુ તેમના મૃત્યુને કારણે દીનાનાથ મંગેશકરે તેમની નાની બહેન શેવંતી સાથે લગ્ન કર્યા. દીનાનાથે પોતાની અટકમાં મંગેશકરનો ઉમેરો કર્યો હતો. તેમણે તેમના મૂળ ગામ ગોવામાં મંગેશીને પોતાની અટક બનાવી હતી. લતા દીનાનાથની સૌથી મોટી સંતાન હતી. લતા દીદીનું જન્મનું નામ હેમા હતું પરંતુ પાછળથી તેમના પિતાએ તેમના એક નાટકના સ્ત્રી પાત્રના નામ પરથી તેમનું નામ બદલીને લતા રાખ્યું હતું.

એક નજર તેમના સંઘર્ષભર્યા જીવન ઉપર… 

2019ના વર્ષમાં પણ લતા મંગેશકરને શ્વાસ લેવામાં તકલીફ થતાં 28 દિવસ સુધી હોસ્પિટલમાં એડમિટ રહેવું પડ્યું હતું. 80 વર્ષ જેટલા લાંબા સમય સુધી સંગીતની દુનિયામાં પોતાના અવાજનો જાદુ પાથરનારા લતા મંગેશકરના નામે 30,000 કરતાં પણ વધારે ગીતો બોલે છે.

ભારતના સ્વરકોકિલા લતાજીનું 1969માં પદ્મભૂષણ, 1989માં દાદા સાહેબ ફાળકે એવોર્ડ, 1999માં પદ્મ વિભૂષણ, 2001માં ભારત રત્ન, 2008માં વન ટાઈમ એવોર્ડ ફોર લાઈફ ટાઈમ અચિવમેન્ટ સહિત અનેક એવોર્ડ્સ વડે સન્માન કરવામાં આવેલું છે.

ભારતીય સિનેમાના મહાન પાર્શ્વ ગાયકોમાંથી એક લતા મંગેશકરે 1942ના વર્ષમાં માત્ર 13 વર્ષની ઉંમરે પોતાની કરિયરની શરૂઆત કરી હતી. તેમણે વિભિન્ન ભારતીય ભાષાઓના 30 હજાર કરતાં પણ વધારે ગીતોમાં પોતાનો સ્વર આપ્યો હતો.

સ્વરસામ્રાજ્ઞી લતા મંગેશકરનો જન્મ 28 સપ્ટેમ્બર, 1929ના રોજ ઈંદોર ખાતે મશહૂર સંગીતકાર દીનાનાથ મંગેશકરના ઘરે થયો હતો. છેલ્લા અનેક દશકાઓથી તેમણે પોતાના મધુર અવાજ વડે શ્રોતાઓના દિલો-દિમાગ પર પોતાનું સામ્રાજ્ય જમાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *